મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું... પોતાના વિસ્તારમાં લાઈટ જતા નેતા થયા લાલઘુમ

Rajkot News : રાજકોટના વોર્ડ નંબર બેમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન..PGVCLના જવાબદાર અધિકારીએ ફોન ન ઉપાડતા સ્ટેન્ડિંગ ચેરમેન થયા લાલઘૂમ..મોડી રાત્રે કચેરી પર હલ્લો કરી અધિકારીઓનો લીધો ઉધડો...
 

મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું... પોતાના વિસ્તારમાં લાઈટ જતા નેતા થયા લાલઘુમ

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના RMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પોતાનો વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાતા લાલઘુમ થયા હતા. વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી રાત્રે વીજ પુરવઠો ખોરવતા તેણે કચેરી પર અધિકારીઓને ઉધડો લીધો હતો.

PGVCLના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવતા જયમીન ઠાકરે જામ ટાવર PGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યુ હતું. રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી PGVCL કચેરીમાં જ બેસી અધિકારીઓનો ઉધડો લીધો. PGVCLના અધિકારીઓ પાસે હવે લાઈટ નહિ જાય તેવું લેખિત બાંહેધરી લીધી. અધિકારીએ સ્વીકાર્યું કે, અન્ડર ગ્રાઉન્ડ કેબલ હોવાથી ફોલ્ટ ગોતવો મુશ્કેલ બન્યું છે. 

સળગતા સવાલો

  • પ્રજાના પ્રતિનિધીને પણ PGVCLના અધિકારીઓ નથી ગણકારતા ?
  • PGVCLના MD સહિત અધિકારીઓ જન પ્રતિનિધિના પણ ફોન નથી કરતા રિસીવ ?
  • પદાધિકારીઓને જવાબ ન આપે તો સામાન્ય પ્રજાનું શું થતું હશે ?
  • ઉનાળામાં રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ તો શું થાય હાલત ?
  • શું અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખ્યા પણ ફોલ્ટ થાય તો નથી મળતો ઉકેલ ?

મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને ચીમકી આપતા કહ્યું કે, મારા વિસ્તારમાં લાઈટ જશે તો તમારા ઘરના કનેક્શન કાપી નાંખીશ. મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું. તમે ખાલી એક ફીડર લઈ બેઠા છો તમારા મનમાં તમે શું સમજો છો. PGVCL કચેરીમાં તાળા મારી દઈશ, કેસ કરવો હોય તો કરી દેજો. હું પ્રજાનો પ્રતિનિધી છું, તમારો MD મારા ફોન રિસીવ ન કરે. જ્યાં સુધી લેખિત નહિ આપો ત્યાં સુધી હું જવાનો નથી અને તમને પણ અહીં જ બેસાડી રાખીશ. લેખિત આપો એટલે સરકારમાં મોકલવું છે. 

આમ, વીજળી ડૂલ થતા RMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બગડ્યા હતા. જયમીન ઠાકરે અડધી રાતે PGVCL કચેરી પહોંચી અધિકારીઓનો ઉધડો લીધો હતો. વોર્ડ નં.2માં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. તેથી તેમણે જામ ટાવર PGVCL કચેરી ખાતે અધિકારીઓનો વારો લઈ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news