કાકી સાથે સંબંધ રાખવા દબાણ કરનાર પાડોશીની કરપીણ હત્યા! ભત્રીજાએ મિત્રો સાથે મળીને બનાવ્યો પ્લાન
Ahmdabad News: કાકી સાથે સંબંધ રાખવા માટે દબાણ કરનાર પાડોશીની ભત્રીજાએ મિત્ર સાથે મળીને હત્યા કરી દીધી..રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મિત્રો પાડોશી રીક્ષા ચાલકને ત્રાગડ પાસે લઇ ગયા અને ત્યારબાદ ત્રણ લોકોએ ભેગા મળીને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકીને હત્યા કરી ..જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડામાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. નજીવી બાબતમાં યુવકનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ બીજે દિવસે બીજો હત્યાનો બનાવ બન્યો છે. ત્રાગડ અંડરપાસ નજીક સર્વિસ રોડ પર લોહી લુહાણ હાલતમાં કોઇ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાનો મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મૃતક મોતીભાઇ ભાટી જે સેટેલાઇટના રામદેવનગરમાં રહે છે અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મોતીભાઈને છેલ્લા કેટલાક સમયથી પાડોશમાં રહેતી મહિલા સાથે અવારનવાર ઝઘડા થતાં હતાં. જેથી પોલીસે મહિલાની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે એક મહિલા સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી તેના ઘરની નજીકમાં રહેતી મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. અને એકાદ મહિના પહેલા તેઓને બોલાચાલી ઝઘડો પણ થયો હતો. જેને લઇને મહીલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. મહીલાએ આ બાબતની જાણ તેના ભત્રીજા રમેશને કરી હતી. અને મૃતકને સબક શીખવાડવા માટે કહ્યું હતું. જેથી રમેશએ નોબલ નગર ખાતે રહેતા તેના બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતા.
મોતીભાઇ 10મી જુલાઈના દિવસે મોડી સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઈને ઉભા હતા ત્યારે આ બંને મિત્રો મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ત્રાગડ અંડરપાસ પાસે પહોંચ્યા હતા. જ્યાં રમેશ અને તેના બે મિત્રોએ મળીને મોતીભાઇને છરીના ઘા મારી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મોતીભાઇનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતની જાણ ચાંદખેડા પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા મહિલા, રમેશ અને કમલેશ સહિત ત્રણ સંડોવણી સામે આવતા આરોપીઓને ઝડપી પાડયા હતા.
સમગ્ર ગુનામાં સંડોવાયેલા રમેશના બે મિત્રો રૂપીયા 200 ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેસ્યા હતા અને મૃતક મોતીભાઇ ભાટ્ટીને ત્રાગડ પાસે લઇ ગયા હતા. જો કે રમેશે તેઓને કોઈ પૈસા આપવાની કે પછી અન્ય કોઈ લાલચ આપી હતી કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે