ગુજરાતના આ શહેરમાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને કારણે DEOએ આપી સૂચના

Surat Schools Close : સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યા બાદ ડીઈઓ દ્વારા બપોર પાળીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે 

ગુજરાતના આ શહેરમાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને કારણે DEOએ આપી સૂચના

Surat Heavy Rains : સુરતમાં ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે. DEOએ રજા જાહેર કરવા સૂચના આપી છે. 

સતત વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા છે. શાળાએ આવી ગયેલા વિદ્યાર્થીઓ સત્વરે સુરક્ષિત રીતે ઘરે પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. તો ભારે વરસાદના લીધે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. 

સુરતના ડિઇઓ ડો.ભગીરથસિંહ એસ પરમારે જાહેરાત કરી કે, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તમામ સુરત, જિ-સુરત, આજરોજ તારીખ 23.06.2025 ના રોજ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી માનનીય કલેકટર સાહેબની સૂચનાથી શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે તથા બપોર પાળીમાં રજા જાહેર કરવામાં આવે છે.

સુરતમાં ભારે વરસાદ
સુતર શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અર્ચના સ્કૂલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. નોકરિયાત અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે. 

સુરતના અઠવા, વેસુ, પીપલોદ, અડાજણ, પાલ, ઉધના, પાંડેસરા, ડીંડોલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. અઠવા સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અઠવા ગેટ ખાતે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો 
દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં હવામાન ભાગે આગાહી કરી છે. આગાહીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news