આવતીકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે રિઝલ્ટ
Board Exam Result: આવતીકાલે એટલે કે, સોમવારે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જેથી આવતીકાલે સવારે 8:00 વાગે વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ gseb પર જોઈ શકશે પરિણામ.
Trending Photos
Board Exam Result: આવતીકાલે એટલે કે, સોમવારે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જેથી આવતીકાલે સવારે 8:00 વાગે વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ gseb પર જોઈ શકશે પરિણામ.
મળતી માહિતી અનુસાર, આવતીકાલે સોમવારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજ-કેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ વખતે ધોરણ 12 સાયન્સ તેમજ વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં પણ જલ્દી પરિણામ જાહેર કરવામાં આવશે. જલ્દી પરિણામ આવી જતા વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધી સમસ્યાઓ જલ્દી સમાપ્ત થઈ જશે.
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે.@CMOGuj l @InfoGujarat l @PMOIndia
— Dr. Kuber Dindor (@kuberdindor) May 4, 2025
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં GSEB બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
જો કે પરિણામ પર રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા પર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. પ્રફુલ પાનશેરીયા દ્વારા ટ્વિટમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી ઘોરણ-12,વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સોમવારે અને 05 મેંના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિક્ષાર્થીઓના પરિણામ બાબત#BoardExams #BoardResults2025 #AllTheBest #Education #PrafulPansheriya pic.twitter.com/PlGAiBMYov
— Praful Pansheriya (@prafulpbjp) May 4, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે