દશા સુધારો મા દશામા! આજથી વ્રતની શરૂઆત, આ ગામે આવેલું છે 25 વર્ષ જૂનું મંદિર, જોરદાર છે મહિમા

Morbi Dashama Temple: આજથી દશામાના વ્રતની શરૂઆત થયેલ છે ત્યારે મોરબી નજીકના નાની વાવડી ગામે દશા માતાજીનું વર્ષો જૂનું મંદિર આવેલ છે. ત્યાં ન માત્ર મોરબી શહેર પરંતુ આજુબાજુના તાલુકા અને જિલ્લામાંથી લોકો માતાજીનાં દર્શન, પૂજન અર્ચન માટે આવે છે અને ધામધુમથી અહી દશામાના વ્રત ઉજવવામાં આવે છે.

દશા સુધારો મા દશામા! આજથી વ્રતની શરૂઆત, આ ગામે આવેલું છે 25 વર્ષ જૂનું મંદિર, જોરદાર છે મહિમા

હિમાંશું ભટ્ટ/મોરબી: આજથી દશામાના વ્રત શરૂ થયા છે અને આગામી 10 દિવસ સુધી લોકો માતાજીની મૂર્તિનું સ્થાપન કરીને તેનું પૂરી શ્રધ્ધા સાથે પૂજા અર્ચન કરશે. અને વ્રત દરમ્યાન મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી, ઘરની આર્થિક સમૃદ્ધિ વિગેરે માતાજીને પ્રાર્થન કરે છે અને 10 દિવસ સુધી મહિલાઓ ઉપવાસ કરે છે. અને રોજ સવારે દશા માતાજીની વાર્તા સાંભળીને માતાજીનું પૂજન કરવામાં આવે છે. 

મોરબી જીલ્લામાં નાની વાવડી ગામે 25 વર્ષ કરતાં વધુ જૂનું દશા માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં દશા માતાજીનાં વ્રતની ધામધુમથી ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે અને તેમાં મોરબી શહેર તાલુકા જ નહીં આજુબાજુના જિલ્લા અને તાલુકામાંથી પણ લોકો માતાજીનાં દર્શન અને પૂજન કરવા માટે આવે છે. 

તેમજ છેલ્લા દિવસે માતાજીનાં મંદિરે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, રાતે જાગરણ તેમજ સાંસ્ક્રુતિકનું આયોજન મંદિરના સંચાલકો તેમજ શ્રદ્ધાળુઑ દ્વારા કરવામાં આવે છે તેનો હાજરોની સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news