Skin Care: આ સફેદ પાવડરમાં બીટનો રસ મિક્સ કરી લગાડો ચહેરા પર, કાળી પડેલી ત્વચા દેખાવા લાગશે ગોરી
Beetroot Juice and Rice Flour Face Pack: ચહેરા પર નેચરલ ગુલાબી નિખાર લાવવા માટે આજે તમને બીટનો ઉપયોગ કરીને બનાવવાના 2 ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકનો યુઝ કરવાથી સ્કિન પર તુરંત નિખાર જોવા મળે છે.
Trending Photos
Beetroot Juice and Rice Flour Face Pack: ચહેરા પરથી કાળી ઝાંઈ દૂર કરવા અને ચહેરા પર ગુલાબી નિખાર લાવવા માટે બીટનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને બીટમાંથી બનતા 2 ફેસપેક વિશે જણાવીએ. બીટનો ઉપયોગ આ બે રીતે કરીને તમે ફેસપેક બનાવી શકો છો. આ ફેસપેક સ્કિન પર લગાડવાથી ચહેરા પર દેખાતી કાળી ઝાંઈ દૂર થાય છે અને ચહેરો સુંદર દેખાય છે.
બીટનો આ ફેસપેક ચહેરા પર નેચરલ ગ્લો વધારશે. ચહેરાની સુંદરતા વધારવા માટે તમારે કેમિકલ યુક્ત પ્રોડક્ટ કે મેકઅપનો ઉપયોગ પણ નહીં કરવો પડે. સૌથી ખાસ વાત એ છે કે આ ફેસપેક બનાવવા માટે પણ વધારે મોંઘી વસ્તુઓ વાપરવાની જરૂર નથી. બીટ સહિત કેટલીક સામાન્ય વસ્તુઓના ઉપયોગથી જ આ ફેસપેક બની જાય છે.
ચહેરા પર ગુલાબી નિખાર લાવતા આ ફેસપેકથી અન્ય ફાયદા પણ થાય છે. જેમકે આ ફેસપેકનો ઉપયોગ કરવાથી વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ, ચહેરાની કાળી ત્વચા જેવી સમસ્યાઓ દૂર થાય છે. બીટનો ઉપયોગ કરવાથી ત્વચા પર વધતી ઉંમરની નિશાનીઓને પણ ઘટાડી શકાય છે અને સ્કીન ફ્રેશ તેમજ યુવાન દેખાય છે. તો ચાલો તમને જણાવીએ બીટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
બીટનું સ્ક્રબ બનાવવાની રીત
સૌથી પહેલા બીટને ખમણી લો અને તેમાંથી જ્યુસ કાઢી લો. સ્ક્રબ બનાવવા માટે કોફી પાવડર લઇ તેમાં બીટનો રસ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબને ચહેરા પર લગાવી 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ પછી ફેસવોશ કરી લો. બીટનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરવાથી ચહેરા પર નિખાર અનેક ગણો વધી જાય છે અને બ્લેકહેડ દૂર થઈ જાય છે.
બીટનું ફેસ માસ્ક
બીટનું નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે બીટનો રસ કાઢી તેમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. ફેસપેક સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી ચેહરાને પાણીથી સાફ કરી લો. આ ફેસ પેક યુઝ કરવાથી ચહેરા પર ગુલાબી નિખાર વધે છે.
બીટ વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ, જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. બીટનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે કાળા ડાઘ અને પીગ્મેન્ટેશન દૂર થાય છે. બીટનો ઉપયોગ આ 2 રીતે ચહેરા પર કરવાથી સ્કીન પર નેચરલ ગ્લો વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે