આવી રહ્યું છે સીઝનનું પહેલું વાવાઝોડું, ગુજરાતને થશે અસર, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત છે. ત્યારે તેમણે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમા આવતીકાલથી વાવાઝોડા જેવો પવન ફૂંકાશે.
Trending Photos
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત છે. ત્યારે તેમણે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમા આવતીકાલથી વાવાઝોડા જેવો પવન ફૂંકાશે.
વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ ભાગો વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે.
સીઝનનું પહેલું વાવાઝોડું
તેમણે જણાવ્યું કે, બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે.
આગામી ચોમાસું 8થી 10 આની રહેશે - અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. તો ચોમાસા અંગે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે.
હવામાન વિભાગ શું કહે છે
ગરમી અંગે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો ફૂંકાશે. આગામી 48 કલાક લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટી જશે. 29 માર્ચ બાદ ફરી તાપમાન ઊંચકવાની શરૂવાત થશે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ રહી શકે છે. 29 થી 31 માર્ચના દરીયાકાંઠે ગરમ અને ભેજ વાળા પવન ફૂંકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે