CBSE ની ચેતવણી! આ વિદ્યાર્થીઓ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં!

CBSE Board: CBSEએ ડમી સ્કૂલોમાં ભણતા ધોરણ 12ના વિદ્યાર્થીઓને મોટો ફટકો આપ્યો છે. ડમી શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. જાણો શું છે કારણ.

CBSE ની ચેતવણી! આ વિદ્યાર્થીઓ 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં!

CBSE Board Exam Attendance Rule: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ તે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે, જે નિયમિત ક્લાસમાં જતાં નથી. હવે આવા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે જે સ્કૂલ ડમી સ્કૂટ સિસ્ટમને પ્રોત્સાહન આપશે કે ગેરહાજર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે નોમિનેટ કરશે, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની નિયમિત સ્કૂલમાં અભ્યાસ ન કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 12 બોર્ડ પરીક્ષા આપતા રોકવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે ડમી સ્કૂલમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થી અને તેના માતા-પિતાની હશે.

બોર્ડની પરીક્ષા નહીં આપી શકે સ્કૂલમાંથી ગાયબ વિદ્યાર્થીઓ
વાસ્તવમાં, CBSE તેના પરીક્ષા નિયમોમાં સુધારો કરવા વિચારી રહી છે. નવા નિયમો અનુસાર ડમી સ્કૂલોના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આવા વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)ની પરીક્ષા આપવી પડશે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી શાળામાંથી ગેરહાજર રહે છે અથવા નિયમિત વર્ગોમાં હાજરી આપતો નથી, તો તેને બોર્ડની પરીક્ષામાં હાજર રહેવાથી પ્રતિબંધિત કરી શકાય છે.

બોર્ડની પરીક્ષા માટે 75% હાજરી ફરજિયાત
CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શૈક્ષણિક સત્ર 2025-26થી વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત રહેશે. CBSEના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "CBSE નિયમો મુજબ, માત્ર રજિસ્ટ્રેશનથી જ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે લાયક ઠરશે નહીં. તેણે ઓછામાં ઓછી 75% હાજરી જાળવવી પડશે."

માત્ર આ વિદ્યાર્થીઓ માટે હાજરીમાં 25% ડિસ્કાઉન્ટ
જે વિદ્યાર્થીઓ CBSE ની હાજરી નીતિ મુજબ લાયક નહીં હોય તેઓ NIOS પરીક્ષા દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસી શકશે. હાજરીમાં 25% છૂટછાટ ફક્ત તબીબી કટોકટીના કિસ્સામાં, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવા અથવા અન્ય ગંભીર સંજોગોમાં આપવામાં આવશે.

ડમી સ્કૂલમાં પ્રવેશ કેમ મેળવે છે વિદ્યાર્થીઓ?
એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરનાર ઘણા વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે, જેથી તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આ સિવાય કેટલાક રાજ્ય કોટા લાભ મેળવવા માટે પણ ડમી સ્કૂલમાં પ્રવેશ કરાવે છે. ઉદાહરણ માટે દિલ્હીની મેડિકલ કોલેજોમાં દિલ્હી રાજ્ય કોટા મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓ દિલ્હીની ડમી સ્કૂલમાં ઉમેદવારી કરાવતા હોય છે.

ડમી સ્કૂલની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે કારણ કે વિદ્યાર્થીઓ નિયમિત ક્લાસમાં સામેલ થતા નથી અને માત્ર બોર્ડ પરીક્ષા માટે આવે છે. સીબીએસઈ જલ્દી NIOS ની સાથે મળી તેના પર નવા દિશા-નિર્દેશ તૈયાર કરી શકે છે, જેને આગામી શૈક્ષણિક સત્રથી લાગૂ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news