અમદાવાદની દુકાનમાંથી મોંઘાદાટ પટોળાની ચોરી, અજાણી મહિલા CCTV માં દેખાઈ

Gujarat Patola Chori : અમદાવાદમાં દુકાનના ઉદ્ધાટનના દિવસે જ ચોરી... CCTVના આધારે આરોપીની શોધખોળ ચાલુ... 15 મિનિટમાં 1.20 લાખનાં બે પટોળાં લઈ મહિલા ફરાર
 

અમદાવાદની દુકાનમાંથી મોંઘાદાટ પટોળાની ચોરી, અજાણી મહિલા CCTV માં દેખાઈ

Ahmedabad News અમદાવાદ : ગુજરાતના પટોળા વિશ્વસ્તરે ખ્યાતિ પ્રાપ્ત થયા છે. આ પટાળો બહુ જ મોંઘા હોય છે, ત્યારે અમદાવાદમાં મોંઘાદાટ પટોળાની ચોરી થઈ છે. અમદાવાદમાં એક કાપડની દુકાનની ઓપનિંગ સેરેમીમાં બે પટોળાની ચોરી થઈ છે. એક અજાણી મહિલા પટોળા ચોરતી હોવાનું સીસીટીવી દેખાયું છે. 

થોડા દિવસ પહેલાનો આ બનાવ છે. સાયન્સ સીટી રોડ પર આવેલ ક્રીએશન લેડીઝ શો રૂમની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. થલતેજ વિસ્તારમાં રહેતા ઉર્વીબેન પટેલે આ સ્ટોરની માલિકી ધરાવે છે. ત્યારે તેમના નવા સ્ટોરના ઓપનિંગ પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો અને ગ્રાહકો હાજર રહ્યા હતા. ત્યારે લોકો વચ્ચે બિલીંગ કાઉન્ટરની બાજુમાં રાખેલ બે પટોળાની ચોરી થઈ હતી. 

ઉદઘાટન સેરેમની બાદ ઉર્વીબેનની નજર રેક પર મૂકેલા રાજકોટ અને પાટણના પટોળા પર ગઈ હતી. જેમાં મોંઘાદાટ પટોળા ગાયબ હતા. બંને પટોળાની કિંમત 1.20 લાખ હતી. ત્યારે તેમણે દુકાનના સીસીટીવી ચેક કર્યા તો એક મહિલાની શંકાસ્પદ એક્ટિવિટી દુકાનમાં જોવા મળી હતી. 

ઉર્વીબેન મહેમાનોને એટેન્ટ કરવામાં વ્યસ્ત હતાં, ત્યારે કોઇ અજાણી મહિલાએ પટોળાના રેક પરથી પટોળાની ચોરી કરી હતી. મહિલાએ એક હાથથી રેકમાં પડેલું 90 હજારનું પાટણનું પટોળું અને 30 હજાર રૂપિયાનું રાજકોટનું પટોળું ચોરી લીધું હતું. આમ મહિલા માત્ર 15 મિનિટમાં 1.20 લાખનાં બે પટોળાં બેગમાં મૂકી એક્ટિવા લઇને રવાના થઇ ગઇ હતી.

ત્યારે ઉર્વીબેન પટેલે આ મામલે સોલા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ શંકાસ્પદ મહિલાની શોધખોળ આદરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news