ગુજરાતના નવા DGP કોણ બનશે? વિકાસ સહાયને એક્સટેન્શન ન મળ્યું તો આ માનીતા IPS ને લોટરી લાગશે
Who Will Become Gujarat New DGP : ગુજરાતના નવા ડીજીપી માટે 5 IPS ઓફિસરની યાદી કેન્દ્રમાં મોકલાઈ, વિકાસ સહાયને એક્સન્શન મળશે કે નહિ મળે તેના પર સૌની નજર છે
Trending Photos
Gujarat Police : રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આ મહિનાના અંતે 30 જુનના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા ક્યારે નવા ડીજીપીની જાહેરાત થાય તેના પર સૌની નજર છે. ગૃહ વિભાગમાં ડીજીપી એટલે સૌથી ઉંચો હોદ્દો. ત્યારે હાલ વિકાસ સહાયને એક્સટેન્શન આપશે કે પછી સરકાર નવા ડીજીપી લાવે તે અંગે પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો વિકાસ સહાયને એક્સટેન્શન ન અપાય તો પછી કોણ નવા ડીજીપી બનશે.
નવા ડીજીપીની નિમણૂંક એટલે ગૃહ વિભાગનો મામલો એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી નક્કી કરે એ જ ફાઈનલ થાય. આવામાં ચાલુ ડીજીપી વિકાસ સહાયને એક્સટનેશન પ્રબાળ શક્યતા હતી, પરંતુ સીઆઈડી ક્રાઈમવાળો જે મામલો થયો તેને કારણે શક્યતા ઘુંઘળી થઈ છે. પરંતું આ તો કંઈ ન શકાય.
વિકાસ સહાયને સહાય મળવી મુશ્કેલ
અત્યાર સુધી તેમને ત્રણ મહિનાનું એકટેન્શન આપવામાં આવશે તેવું લગભગ નિશ્ચિત મનાતું હતું. પણ cid crime માં આઇપીએસ અધિકારીઓના આંતરિક વિવાદો અને તેમાં ડીજીપી વિકાસ સહાયના ખભાનો ઉપયોગ થઈ ગયો. આ ઘટના બાદ ખુદ વિકાસ સહાય પણ વ્યથિત છે. નિવૃત્તિના મહિને જ તેઓ વિવાદમાં આવ્યા. પોલીસ તંત્ર અને સરકારની આ વિવાદથી ભારે બદનામી થઈ. જેની સીધી નુકસાની ખુદ ડીજીપી વિકાસ સહાયને ચૂકવવાનો સમય આવ્યો. આ ઘટના અગાઉ બિનવિવાદ અને સરકાર સાથેના સારા તાલમેલ માટે જાણીતા હતા. એટલે ગૃહ વિભાગમાં ચર્ચા તો હતી કે વિકાસ સહાયને ઓછામાં ઓછા એક અને બે એક્સટેન્શન આપવામાં આવી શકે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાક નિવૃત ips અધિકારીઓ માની રહ્યા છે કે આ cid crime નો સમગ્ર વિવાદ વિકાસ સહાયને નુકસાન કરવા જ ઉભો કરાયો હતો. આઇપીએસ અધિકારીઓની આંતરિક ખેંચતા, ગુજરાતી અને બિન ગુજરાતી લોબી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિકાસ સહાયને એક્સટેન્શન આપવું મુશ્કેલ બનશે. હવે જોવાનું એ છે કે વિકાસ સહાયને કોઈની સહાયતા એક્સટેન્શન માટે મળે છે કે કેમ.
... અને જો વિકાસ સહાય નહિ, તો પછી કોણ
જો વિકાસ સહાય નહિ તો પછી કોણ તે નામો પર પણ ચર્ચા કરીએ. સરકારે પાંચ અધિકારીઓની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી છે. સિનિયોરિટી અનુસાર, ડો કે.એલ.એન રાવ અને તેમના બાદ સરકારની નજીક ગણાતા જી.એસ.મલિકને ડીજીપી બનાવી શકાય તેવી શક્યતા રહી છે. જીએસ મલિક હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે, અને સરકારના માનીતા પણ છે.
ડો કે.એલ.એન રાવની નિવૃત્તિને હજી વાર છે. ડો. રાવ પાસે લાંબો સમય છે, પણ તેઓ સરકારની ગુડબુકમાં નથી. બીજી તરફ, ડો. શમસેર સિંઘ પણ સિનિયોરિટી મુજબ લિસ્ટમાં છે, પરંતું તેઓ હાલ ડેપ્યુટેશન પર મોકલાયા છે. તેઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર બીએસએફમાં ફરજ બજાવી રહ્યા છે. જો તેમને ડીજીપી બનાવાવ હોય તો પાછા લાવવા પડે. સામાન્ય રીતે સરકાર આવુ કરતી નથી. આવામાં અમદાવાદના કમિશનર જીએસ મલિકની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે.
રાજાને ગમે એ રાણી
પસંદગીની વાત આવે તો એવુ પણ છે કે, રાજાને ગમે એ રાણી. પ્રબળ દાવેદાર હોય તો પણ એ સરકારને ગમવા જોઈએ. સરકારની ગુડબુકમાં ન હોય તેવા માટે થોડું અઘરું બની જાય.
અને જો ગમવાની વાત આવે તો પછી જીએસ મલિક સરકારના ફેવરિટ છે. સરકાર સાથે ખુબ નિકટતા ધરાવતા હોવાની ચર્ચા બ્યુરોક્રેટ્સમાં છે. તેથી તેમનો ચાન્સ લાગે તો નવાઈ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે