Liver Cancer Symptoms: અભિનેત્રી દીપિકા કક્કડને થયું કેન્સર, લિવર કેન્સરના આ 5 સંકેતોને ઈગ્નોર કરવાની ભુલ કરવી નહીં
Dipika Kakar Liver Cancer: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા કક્કડે સોશિયલ મીડિયા પર કંફર્મ કર્યું છે કે તેને સ્ટેજ 2 લિવર કેન્સર થયું છે. આ ખબર ખાસ તો મહિલાઓ માટે ચિંતાનું કારણ બની છે. કારણ કે મહિલાઓ લિવર કેન્સરના શરુઆતી લક્ષણોને સામાન્ય ગણી ઈગ્નોર કરી દેતી હોય છે.
Trending Photos
Dipika Kakar Liver Cancer: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા કક્કડે સોશિયલ મીડિયા પર કંફર્મ કર્યું છે કે તેને સ્ટેજ 2 લિવર કેન્સર છે. આ ખબરથી દીપિકા કક્કડના ચાહકો અને ટીવી ઈંડસ્ટ્રીના લોકોને પણ આંચકો લાગ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપિકા કક્કડ તેની ખરાબ તબિયતના કારણે ચર્ચામાં હતી.
દીપિકા કક્કડને કેન્સર થયાની ખબરથી મહિલાઓએ ખાસ સતર્ક રહેવું જોઈએ. કારણ કે મહિલાઓ લિવર કેન્સરની શરુઆતની લક્ષણોને ઈગ્નોર કરે છે. જેના કારણે કેન્સર ગંભીર સ્ટેજ સુધી પહોંચી જાય છે. દીપિકા કક્કડના કેસમાં જોવા મળ્યું કે તેની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેને તાવ આવવાની સાથે પેટમાં સતત દુખાવો રહેતો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરતા ખબર પડી તે તેને લિવરમાં બોલ જેટલી મોટી ગાંઠ છે. હવે સામે આવ્યું છે કે આ ગાંઠ કેન્સરના કારણે હતી.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર લિવર કેન્સરના લક્ષણ ઘણીવાર સાધારણ બીમારી જેવા લાગે છે જેની ખબર લાંબા સમય પછી પડે છે. જે શરુઆતી લક્ષણોને ઈગ્નોર કરવાને બદલે તેની તપાસ કરાવી લેવામાં આવે તો સારવારમાં સારા પરિણામ મળી શકે છે.
લિવર કેન્સરના સંકેત
1. જો કારણ વિના થાક લાગતો હોય, નબળાઈ અનુભવાતી હોય તો તે લિવર સંબંધિત સમસ્યાનું કારણ હોય શકે છે.
2. પેટની જમણી તરફ ઉપરના ભાગે સતત દુખાવો કે દબાણ અનુભવાય તો તે પણ ચિંતાનો વિષય હોય શકે છે.
3. કોઈપણ કારણ વિના અચાનક વજન ઘટવું, ભુખ ન લાગવી પણ લિવર કેન્સરની શરુઆત હોય શકે છે.
4. ત્વચા અને આંખનો રંગ પીળો દેખાવા લાગે તો તે કમળાનું લક્ષણ છે. જે લિવરની સમસ્યાનું એક મુખ્ય લક્ષણ છે.
5. લિવરની સમસ્યામાં પેશાબનો રંગ ડાર્ક થઈ જાય છે અને મળન રંગ માટી જેવો પીળો થવા લાગે છે. આવું પિત્ત બરાબર ન નીકળવાના કારણે થતું હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે