અમેરિકા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પ પ્રશાસને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુ પર રોક લગાવી
જે ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જવાની તૈયારી કરતા હશે તેમના માટે એક આંચકા સમાન સમાચાર આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. જાણો વિગતો.
Trending Photos
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને દુનિયાભરમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસોને એક નવો નિર્દેશ બહાર પાડ્યો છે. જે હેઠળ તત્કાળ પ્રભાવથી વિદ્યાર્થીઓ (એફ), વ્યવસાયિકો (એમ) અને એક્સચેન્જ વિઝિટર (જે) વિઝા ઈન્ટરવ્યુની નવી એપોઈન્ટમેન્ટ્સ પર રોક લગાવી છે. આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ લાગૂ કરવાની વ્યાપક યોજનાનો ભાગ છે. પોલિટિકોના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જેમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજનો હવાલો અપાયો છે.
દસ્તાવેજોમાં સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી આગામી માર્ગદર્શન પ્રાપ્ત ન થાય કે જે આવનારા દિવસોમાં અપેક્ષિત છે, ત્યાં સુધી તત્કાળ પ્રભાવથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તારની તૈયારીમાં કોઈ પણ નવા વિદ્યાર્થી કે એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યુની એપોઈન્ટમેન્ટ શિડ્યૂલ થવી જોઈએ નહીં. આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકી સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ ગતિવિધિઓની ઊંડી તપાસની તૈયારી કરી રહી છે. જો કે હજુ સુધી અમેરિકા તરફથી એ નથી જણાવવામાં આવ્યું કે આ નવી તપાસ પ્રક્રિયા કયા વિશેષ પહેલુઓ પર કેન્દ્રીત હશે.
તેની પાછળની દાનત શું છે
રિપોર્ટમાં જણાવાયું છે કે આ નવી નીતિના મૂળિયા એ કાર્યકારી આદેશોમાં છે જે આતંકવાદ વિરોધી ઉપાયો અને યહુદી વિરોધની વિરુદ્ધ કાર્યવાહી સંબધિત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય હાલના મહિનાઓમાં ઈઝરાયેલ અને ગાઝાને લઈને અમેરિકાના કેમ્પસોમાં થયેલા વિરોધ પ્રદર્શનોની પૃષ્ઠભૂમિમાં લેવાયો છે જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા. અગાઉ ટ્રમ્પ પ્રશાસને કેટલાક એવા વિદ્યાર્થીઓનું સોશયિલ મીડિયા સ્ક્રિનિંગ હેઠળ રાખ્યું હતું જે ઈઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શનો સાથે જોડાયેલા મળ્યા હતા.
વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓમાં ચિંતા
આ નિર્ણયથી અમેરિકા આવવાની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વિઝા પ્રક્રિયામાં પહેલેથી જ લાંબી વાટ જોવી પડતી હતી અને હવે સોશિયલ મીડિયા તપાસના કારણે આ પ્રક્રિયા હજુ પણ વધુ જટિલ બની શકે છે. ભારત, ચીન, કોરિયા, બ્રાઝિલ અને નાઈજીરિયા જેવા દેશોના વિદ્યાર્થીઓ અમેરિકાના ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો મહત્વનો ભાગ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો અમેરિકાનું વૈશ્વિક શૈક્ષણિક નેતૃત્વની સ્થિતિ જોખમાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે