Summer Drinks: ઉનાળામાં પીવો અને પીવડાવો આ 3 જ્યૂસ, તડકા અને લૂના કારણે થતી સમસ્યાથી તુરંત મળશે રાહત

Summer Drinks: ગરમીના વાતાવરણમાં શરીરમાં પાણીની ઊણપ સર્જાતી હોય છે. તડકાના કારણે અને લૂના કારણે થાક, સુસ્તી અનુભવાય છે. આ સીઝનમાં સ્વસ્થ અને હાઈડ્રેટ રહેવું હોય તો આ 3 નેચરલ જ્યૂસ પીવા જોઈએ.
 

Summer Drinks: ઉનાળામાં પીવો અને પીવડાવો આ 3 જ્યૂસ, તડકા અને લૂના કારણે થતી સમસ્યાથી તુરંત મળશે રાહત

Summer Drinks: ઉનાળામાં ફક્ત પાણી પીવું એ પૂરતું નથી. ગરમી અને લુથી બચવા માટે હેલ્ધી જ્યુસ પણ પીવા જરૂરી છે. જ્યુસ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને સાથે જ જરૂરી પોષક તત્વો પણ શરીરને મળે છે. ઉનાળા દરમિયાન જો તમે કેટલાક ખાસ જ્યુસ પીવાનું રાખો છો તો તેનાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ કામ કરવાની એનર્જી પણ જળવાઈ રહે છે. આજે તમને ત્રણ એવા જ્યુસ વિશે જણાવીએ જેને પીવાથી ગરમીમાં પણ શરીર તરો તાજા થઈ જાય છે. 

તરબૂચ 

તરબૂચમાં લગભગ 92% પાણી હોય છે તે ગરમીમાં શરીરને હાઇડ્રેટ કરે છે. તરબૂચમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ અને એન્ટી ઓક્સીડન્ટ શરીરને ડીટોક્ષ કરે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું જ્યુસ બનાવીને પીવાથી પાચન દુરસ્ત રહે છે અને એસિડિટી જેવી તકલીફમાં પણ રાહત થાય છે. તરબૂચમાં, લીંબુ અને ફુદીનાના પાન ઉમેરીને તેનું જ્યુસ બનાવીને પીવાથી ફાયદો થાય છે. 

નાળિયેર પાણી 

ગરમીમાં નાળિયેર પાણી સૌથી સારું હેલ્ધી ડ્રિન્ક ગણાય છે. નાળિયેર પાણીના ઇલેક્ટ્રોલાઇટ અને મિનરલ શરીરને પોષણ આપે છે. ઉનાળામાં નાળિયેર પાણી પીવું એનર્જી બુસ્ટર સાબિત થાય છે. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હીટ સ્ટ્રોકથી બચાવમાં પણ મદદ થાય છે. નાળિયેર પાણીમાં લીંબુ અને સંચળ ઉમેરીને પીવાથી તેનો ટેસ્ટ પણ વધી જાય છે અને ફાયદા પણ વધે છે. 

કાકડીનો જ્યુસ 

કાકડીમાં 96% પાણી હોય છે જે શરીરને ડિટોક્ષ કરે છે અને ઠંડક પણ આપે છે. કાકડી અને ફુદીનાનું જ્યુસ બનાવીને પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. ભોજન સાથે કાકડીને સલાડ તરીકે ખાઈ શકાય છે અને સાથે જ કાકડીની છાલ ઉતારી તેના ટુકડામાં ફુદીનાના પાન, લીંબુનો રસ અને સંચળ ઉમેરી જ્યુસ બનાવીને દિવસ દરમિયાન તેનું સેવન પણ કરવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news