Oats for Breakfast: પલાળેલા ઓટ્સ કે પકાવેલા ઓટ્સ ? નાસ્તામાં ઓટ્સ ખાવાની સાચી રીત કઈ છે જાણી લો
Oats for Breakfast: ઓટ્સ હેલ્ધી નાસ્તા માટે સારો વિકલ્પ છે. પરંતુ ઓટ્સ ખાવાની સાચી રીત અંગે લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઓટ્સને આખી રાત પલાળીને સવારે ખાવા કે પછી તેને પકાવીને ખાવા જોઈએ? આજે તમને આ પ્રશ્નનો સાચો જવાબ શું છે તે જણાવીએ.
Trending Photos
Oats for Breakfast: ઘણા લોકો ઓટ્સ નાસ્તામાં સામેલ કરવાનું પસંદ કરે છે. ઓટ્સ ખાવાની અલગ અલગ રીતો હોય છે. ઓટ્સ પોષકતત્વોથી ભરપુર ફુડ છે જે પાચનમાં મદદ કરે છે. ઓટ્સ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. ઓટ્સ ફાઈબર સહિતના પોષકતત્વોનો પાવરહાઉસ છે. ઓટ્સ એક હેલ્ધી નાસ્તો છે. પરંતુ આ નાસ્તો ખાવાની સાચી રીત વિશે ઓછા લોકો જાણે છે.
ઘણા લોકો ઓટ્સને રાત્રે દૂધમાં પલાળી દે છે અને પછી સવારે તેને ખાય છે, તો કેટલાક લોકો વેજીટેબલ અને અન્ય મસાલા સાથે ઓટ્સને કુક કરીને ખાય છે. આજે તમને જણાવીએ પલાળેલા ઓટ્સ ખાવા સારા કે પછી કુક કરેલા ઓટ્સ ખાવા જોઈએ ?
દૂધમાં પલાળેલા ઓટ્સ
ઓવરનાઈટ સોક્ડ ઓટ્સ સવારે લોકો નાસ્તામાં ખાતા હોય છે. ઓટ્સ ખાવાનો આ હેલ્ધી ઓપશન છે. જેમાં ઓટ્સને રાત્રે દૂધ અથવા દહીંમાં પલાળીને ફ્રીજમાં રાખી દેવામાં આવે છે. ઓટ્સને પલાળવાની આ પ્રક્રિયા તેને હેલ્ધી ફુડ બનાવે છે. ઓટ્સની સાથે ફળ, ચીયા સીડ્ય અને અન્ય બીજ પણ ખાવામાં આવે છે. ઉનાળામાં આ રીતે ઓટ્સ ખાવા સારા લાગે છે.
પકાવેલા ઓટ્સ
ઉપમાની જેમ પકાવેલા ઓટ્સ પણ ઘણા લોકો ખાય છે. જેમાં દૂધને વેજીટેબલ અને મસાલા સાથે પાણીમાં ઉકાળીને બનાવવામાં આવે છે. પકાવવાની પ્રક્રિયામાં ઓટ્સ સોફ્ટ થઈ જાય છે. પકાવેલા ઓટ્સ મસાલા અને અન્ય શાકભાજીના કારણે હેલ્ધી અને સ્વાદિષ્ટ થઈ જાય છે.
પલાળેલા કે પકાવેલા કયા ઓટ્સ હેલ્ધી ?
ઓવરનાઈટ સોક્ટ ઓટ્સ કાચા હોય છે પરંતુ પકાવેલા ઓટ્સની સરખામણીમાં પલાળેલા ઓટ્સમાં વધારે પોષકતત્વો હોય છે. ઓટ્સને પાણીમાં પકાવવાની પ્રક્રિયા દરમિયાન પાણીમાં ભળી જતા વિટામિન શરીરને મળતા નથી. તેથી દૂધ કે દહીંમાં પલાળેલા ઓટ્સ હેલ્ધી ગણાય છે પરંતુ તેમ છતા લોકો પોતાના ટેસ્ટ અનુસાર ઓટ્સને ડાયટમાં સામેલ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે