Bad Cholesterol: શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ 3 વસ્તુ અજમાવો, નસોમાં જામેલું બ્લોકેજ ઝડપથી સાફ થશે
How to control bad Cholesterol: આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ અને આહારશૈલી ખરાબ થઈ ગઈ છે. જેના કારણે અનેક લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા પરેશાન કરે છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે 3 દેશી વસ્તુ મદદરુપ થઈ શકે છે. આ વસ્તુઓ કઈ છે ચાલો જાણીએ.
Trending Photos
How to control bad Cholesterol: અનેક લોકો એવા હશે જેમને નાની ઉંમરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા હોય. નાની વયે બેડ કોલેસ્ટ્રોલ વધી જવાનું કારણ અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહાર શૈલી હોઈ શકે છે. હાર્ટ સંબંધિત આ સમસ્યાની શરૂઆત થાય ત્યારે લોકો તેના પર ધ્યાન આપતા નથી જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા પણ થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થઈ હોય તો દવાની સાથે ડાયેટમાં કેટલીક વસ્તુઓ લઈને બેડ કોલેસ્ટ્રોલ પર કાબુ મેળવી શકાય છે. આજે તમને 3 એવી દેશી વસ્તુઓ વિશે જણાવીએ જેનાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ શકે છે.
બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરતી 3 દેશી વસ્તુઓ
દૂધીનું જ્યુસ
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દૂધીનું જ્યુસ પી શકાય છે. આયુર્વેદ અનુસાર દુધીનો રસ અથવા દૂધીનું સૂપ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે.
અર્જુનની છાલ
કોલેસ્ટ્રોલ લેવલની ઘટાડવા માટે અર્જુનની છાલ અને તજનો પાવડર લઈ શકાય છે. બેડ કોલેસ્ટ્રોલ નેચરલી કંટ્રોલ કરવા માટે અર્જુનની છાલ અને તજની ચા બનાવીને પી શકો છો અથવા તો તેનો ઉકાળો બનાવીને પી શકાય છે.
લસણ
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લસણનું સેવન પણ કરી શકાય છે. લસણનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. નિયમિત લસણની કળી ખાવાથી હાર્ટ સંબંધિત અન્ય બીમારી થવાનું રિસ્ક પણ ઘટી જાય છે.
આ ત્રણ દેશી વસ્તુઓ એવી છે જેના વિશે માનવામાં આવે છે કે તેનો ઉપયોગ દવાની સાથે કરી શકાય છે અને આમ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે પણ આ ઘરેલુ ઉપાય અપનાવતા પહેલા પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી અને તેમની સલાહ અનુસાર આ દેશી ઉપાયનું અનુકરણ કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે