ગ્રીન કાર્ડ અને H-1B વિઝાની રાહ જોતા ભારતીયોને મોટો ઝટકો, અમેરિકાએ બહાર પાડ્યું વિઝા બુલેટિન, જાણો લેટેસ્ટ સ્થિતિ

અમેરિકાનો H-1B વિઝા કંપનીઓને વિદેશી કર્મચારીઓને કામ પર રાખવાની મંજૂરી આપે છે. આ વિઝા ખાસ કરીને ઉચ્ચ શિક્ષિત વિદેશી વ્યવસાયિકો માટે છે. જે હેઠળ મોટી સંખ્યામાં વિદેશીઓ અમેરિકા આવે છે. 

ગ્રીન કાર્ડ અને H-1B વિઝાની રાહ જોતા ભારતીયોને મોટો ઝટકો, અમેરિકાએ બહાર પાડ્યું વિઝા બુલેટિન, જાણો લેટેસ્ટ સ્થિતિ

અમેરિકાના વિદેશ વિભાગે આગામી મહિને એટલે કે મે 2025નું વિઝા બુલેટિન બહાર પાડ્યું છે. આ બુલેટિનથી H-1B અને ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠેલા ભારતીયોને મોટો  ઝટકો લાગ્યો છે. બુલેટિનમાં જણાવાયું છે કે ભારતીયો માટે એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ ફિફ્થ પ્રેફરન્સ(EB-5) કેટેગરીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ભારત EB-5 અનરિઝર્વ્ડ કેટેગરીમાં છ મહિનાથી વધુ પાછળ ગયું છે. તેનો અર્થ એ થયો કે ગ્રીન કાર્ડ મળવામાં હવે વધુ વાર લાગશે. પહેલા આ કેટેગરી ચાલુ હતી જેનાથી ભારતીયો કોઈ પણ વિલંબ વગર ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા. હવે ફક્ત એવા લોકો આગળ વધશે જેમની પ્રાયોરિટી ડેટ 1 મે 2019 કરતા પહેલાની છે. બાકીના અરજીકર્તા એક વધતા બેકલોગમાં ફસાઈ જશે. 

મે વિઝા બુલેટિન મુજબ એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ ફિફ્થ પ્રેફરન્સ(EB-1) કેટેગરીમાં ફેરફાર થયો નથી. ભારત માટે EB1 ની કટઓફ ડેટ ફેબ્રુઆરી 2022 છે. ચીન માટે તે 8 નવેમ્બર 2022 છે, જ્યારે બાકી તમામ દેશો માટે EB1 કેટેગરી હજુ ચાલુ છે. એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ ફિફ્થ પ્રેફરન્સ (EB2) કેટેગરીમાં કોઈ ફેરફાર નથી. ભારતની કટઓફ ડેટ 1 જાન્યુઆરી 2013 પર સ્થિર છે. ચીનની EB2 કટઓફ ડેટ 1 ઓક્ટોબર 2020 છે. આ ઉપરાંત બાકી તમામ દેશો માટે EB2 કટ ઓફ 22 જૂન 2023 પર છે. 

EB4 અને EB5 કેટેગરી
એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ ફિફ્થ પ્રેફરન્સ (EB-3) કેટેગરીમાં ભારતની કટઓફ ડેટ થોડી આગળ વધીને 15 એપ્રિલ 2013 થઈ ગઈ છે. જેમાં ચીન માટે કોઈ ફેરફાર નથી અને આ નવેમ્બર 2020 પર છે. અમેરિકામાં બાકી તમામ દેશો માટે EB3 કટઓફ ડેટ 1 જાન્યુઆરી 2023 પર સ્થિર છે. EB3 અન્ય વર્કર્સ કેટેગરીમાં ભારતની કટઓફ ડેટ EB3 બરાબર 15 એપ્રિલ 2013 છે. ચીન માટે કટ ઓફ ડેટ એપ્રિલ 2017 છે. બાકી દેશો માટે EB3 અન્ય વર્કર્સ કટ ઓફ ડેટ 2021 પર છે. 

એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ ફિફ્થ પ્રેફરન્સ (EB4) કેટેગરી તમામ દેશો માટે 'અનુપલબ્ધ' છે. આ નાણાકીય વર્ષ માટે આ કેટેગરીના તમામ ઈમિગ્રેન્ટ વિઝા ઉપયોગ થઈ ચૂક્યા છે. આથી તે 1 ઓક્ટોબર 2025ના રોજ નવા નાણાકીય વર્ષની શરૂઆત સુધી ઉપલબ્ધ ન રહે તેવી શક્યતા છે. EB5 કેટેગરીમાં ભારતની અનરિઝર્વ્ડ કટઓફ ડેટ પાછળ જઈને 1 મે 2019 થઈ છે. ચીનની અનરિઝર્વ્ડ કટઓફ ડેટ 22 જાન્યુઆરી 2014 પર સ્થિર છે. બાકી તમામ EB5 કેટેગરી અને અન્ય દેશો માટે EB5 ચાલુ છે. 

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ(USCIS) એ વિદેશી નાગરિકો પાસેથી એમ્પ્લોયમેન્ટ-બેસ્ડ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એપ્લિકેશન સ્વીકારશે, જેમની પ્રાથમિકતાની તારીખ મે વિઝા બુલેટિનમાં અપાયેલી ફાઈનલ એક્શન ડેટ પહેલાની છે. તેનો અર્થ એ થયો કે જો કોઈ અરજીક્તાની પ્રાયોરિટી ડેટ પહેલાની છે તો તે અરજી કરી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news