ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર, રાજ્યસભામાં 100 પાર પહોંચી સાંસદોની સંખ્યા
Rajya Sabha strength: નામાંકિત સભ્યો ભાજપમાં જોડાતા NDAની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે રાજ્યસભામાં NDA પાસે કુલ 134 સાંસદો છે. આ 12 નામાંકિત સભ્યોમાંથી 5 ભાજપ સાથે છે.
Trending Photos
Rajya Sabha: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજ્યસભામાં ભાજપને મોટી સફળતા મળી છે. સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા 100ને પાર પહોંચી છે. એટલે કે ભાજપે સદી ફટકારી છે. તેવામાં એપ્રિલ 2022 બાદ પ્રથમવાર ભાજપના સાંસદોની સંખ્યા 102 પર પહોંચી ગઈ છે. તાજેતરમાં રાજ્યસભામાં નોમિનેટ ત્રણ સભ્યો ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા અને સી સદાનંદને ભાજપનું સભ્યપદ લઈ લીધું છે, જેથી પાર્ટીને આ સફળતા મળી છે.
102 સાંસદો સુધી પહોંચી BJP
હકીકતમાં વર્તમાનમાં રાજ્યસભામાં કુલ 240 સભ્ય છે, જેમાંથી 12 સભ્યો નોમિનેટ છે અને 5 સીટ ખાલી છે. માર્ચ 2022મા જ્યારે 13 સીટો પર ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપની સંખ્યા 97થી વધી 101 થઈ હતી. તે સમયે કોંગ્રેસ બાદ ભાજપ બીજી પાર્ટી બની હતી જેની સંખ્યા રાજ્યસભામાં 100 પાર પહોંચી હતી. બાદમાં તે ઘટીને 99 રહી ગઈ પરંતુ ફરી નોમિનેટ સભ્યો દ્વારા ભાજપ 102 પર પહોંચી છે.
એનડીએ પાસે કુલ 134 સાંસદ
રાજ્યસભામાં એનડીએની મજબૂતીમાં પણ વધારો થયો છે. હવે એનડીએ પાસે રાજ્યસભામાં કુલ 134 સાંસદ છે. તેમાં 12 નોમિનેટ સભ્યોમાંથી 5 ભાજપની સાથે છે. રાજ્યસભામાં બહુમત માટે 121 સાંસદોની જરૂર હોય છે, એટલે કે એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે. આ સ્થિતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ માટે અનુકૂળ છે.
જે ત્રણ નોમિનેટ સભ્ય ભાજપમાં સામેલ થયા છે તેમાં સૌથી ચર્ચિત નામ ઉજ્જવલ નિકમનું છે, જે 26/11 મુંબઈ હુમલામાં વિશેષ સરકારી વકીલ રહી ચૂક્યા છે. હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને G20 સંયોજક રહી ચૂક્યા છે. ત્રીજા સભ્ય સી સદાનંદન કેરળના એક સામાજિક કાર્યકર છે. બીજી તરફ, નામાંકિત સભ્ય મીના કુમારી જૈન પણ સમાચારમાં છે, જોકે તેમણે કોઈ પક્ષનું સભ્યપદ લીધું નથી.
તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ 7 ઓગસ્ટે તેનું જાહેરનામું બહાર પાડશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. મતદાનના કિસ્સામાં, સંસદ ભવનમાં 9 સપ્ટેમ્બરે મતદાન થશે અને પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે