BSNL નો નવો ધમાકો, માત્ર 1 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ અને 2GB ડેટા, જાણો વિગત
BSNL Offer: સરકારી ટેલીકોમ કંપની BSNLએ એક સસ્તો અને આકર્ષક પ્લાન લોન્ચ કર્યું છે. જો તમારે આ પ્લાનનો લાભ ઉઠાવવો હોય તો તમે બીએસએનએલનું નવું સિમ લઈ શકો છો.
Trending Photos
BSNL Offer: સરકારી ટેલીકોમ કંપની BSNL એ એક ખૂબ સસ્તી અને આકર્ષક ઓફર લોન્ચ કરી છે, જે સ્વતંત્રતા પર્વના અવસરે રજૂ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ માત્ર 1 રૂપિયામાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા અને દરરોજ 100 SMS ફ્રી મળી રહ્યાં છે. આ ઓફર ખાસ કરી નવા BSNL ગ્રાહકો માટે છે, જેનો ઉદ્દેશ્ય કંપનીએ અપગ્રેડ કરેલા નેટવર્કને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.
BSNL ની નવી ફ્રીડમ ઓફર
BSNL એ આ ઓફરની જાણકારી પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર આપી, જ્યાં તેને 'સાચી ડિજિટલ આઝાદી' નામ આપવામાં આવ્યું છે. ગ્રાહક જો 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે નવું BSNL સિમ લે તો માત્ર 1 રૂપિયાના રિચાર્જ પર તેને 30 દિવસ માટે બધી સુવિધા મળશે. આ યોજનામાં રાષ્ટ્રીય રોમિંગ સહિત દેશભરમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2જીબી ડેટા અને 100 એસએમએસ સામેલ છે.
BSNL’s Freedom Offer - Only @ ₹1!
Enjoy a month of digital azadi with unlimited calls, 2GB/day data 100 SMS & Free SIM.
Free SIM for New Users.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/aTv767ETur
— BSNL India (@BSNLCorporate) August 1, 2025
આ ઓફર સીમિત સમય માટે ઉપલબ્ધ છે અને દેશના બધા સર્કલમાં લાગૂ કરવામાં આવી છે. ગ્રાહક BSNL ની કોઈ ઓફિસમાંથી માત્ર 1 રૂપિયામાં નવું સિમ કાર્ડ લઈ આ પ્લાનનો લાભ ઉઠાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે