લગ્ન કરવા પર આ કપલ્સને સરકાર આપી રહી છે 2.5 લાખ રૂપિયા, પરંતુ છે આ શરતો

Dr. Ambedkar Inter-Caste Marriage Scheme: આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહિત કરવા માટે સરકાર એક ખાસ સ્કીમ ચલાવે છે. આ સ્કીમ હેઠળ કપલ્સને 2.5 લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. અહીં જાણો આ સ્કીમ સાથે જોડાયેલી ખાસ વાતો.

લગ્ન કરવા પર આ કપલ્સને સરકાર આપી રહી છે 2.5 લાખ રૂપિયા, પરંતુ છે આ શરતો

Dr. Ambedkar Inter-Caste Marriage Scheme: આજના સમયમાં લોકો ગમે તેટલા ભણેલા હોય લગ્નની વાત આવે ત્યારે મોટાભાગના લોકો હજુ પણ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું પસંદ કરે છે. જો કે, સમયની સાથે આંતર-જ્ઞાતિય લગ્નોની સંખ્યા વધી રહી છે, તેમ છતાં તે હજુ સામાન્ય નથી. આ જાતિના ભેદભાવને સમાપ્ત કરવા અને આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ આંતરજ્ઞાતિય લગ્ન કરનારા નવદંપતીઓને સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે, તેની સાથે કેટલીક શરતો જોડાયેલ છે. આ સ્કીમ વિશે અહીં જાણો.

જાણો શું છે સ્કીમ
આ સ્કીમનું નામ છે ડો. આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટર-કાસ્ટ મેરેજ (Dr. Ambedkar Scheme for Social Integration through Inter-Caste Marriages). આ સ્કીમને ડો. આંબેડકર ફાઉન્ડેશનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ જો કોઈ યુવક કે યુવતી જે દલિત સમુદાયનો નથી, પરંતુ દલિત સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરે છે, તો તેને કેન્દ્ર સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2013માં કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે હજુ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ છે શરતો

  • લગ્ન કરનાર કપલમાંથી એક દલિત સમુદાયમાંથી અને બીજો દલિત સમુદાયની બહારનું હોવું જોઈએ.
  • આ સ્કીમનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે દંપતીએ હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી હોય.
  • આ સ્કીમનો લાભ પહેલા લગ્ન પછી જ મળી શકે છે. બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળી શકાતો નથી.
  • લગ્નના એક વર્ષની અંદર અરજી ભરીને ડો. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવાની રહેશે.
  • જો આંતરજ્ઞાતિય લગ્ન કરવા પર નવદંપતીઓને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની આર્થિક સહાય મળી હોય તો તે રકમ આ 2.5 લાખ રૂપિયામાંથી બાદ કરવામાં આવશે.
  • રૂ. 2.50 લાખની રકમમાંથી રૂ. 1.50 લાખ દંપતીના સંયુક્ત ખાતામાં RTGS/NEFT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અને બાકીની રકમ 3 વર્ષના સમયગાળા માટે ફાઉન્ડેશનમાં ફિક્સ ડિપોઝિટમાં રાખવામાં આવે છે. આ રકમ ફાઉન્ડેશન દ્વારા દંપતીને પ્રોત્સાહનની મંજૂરીના 3 વર્ષમાં મળેલા વ્યાજ સાથે આપવામાં આવે છે.

'છોકરાઓની ઝંઝટ નથી ઈચ્છતી...' આખી જિંદગી કુંવારી રહેશે બિગ બોસ OTT 2 ફેમ આ ખુબસુરત એક્ટ્રેસ

કેવી રીતે કરવી અરજી 
કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ લેવા માટે જો તમે પણ પાત્ર છો, તો તેનો લાભ મેળવવા માટે તમારે અરજી ભરીને તમારા વિસ્તારના સાંસદ અથવા ધારાસભ્યની ભલામણ સાથે ડો. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવાની રહેશે. તમે આ એપ્લિકેશન જિલ્લા વહીવટીતંત્ર અથવા રાજ્ય સરકારને પણ મોકલી શકો છો. ત્યારબાદ જિલ્લા વહીવટ અથવા રાજ્ય સરકાર દ્વારા ડો. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવામાં આવે છે. વધુ માહિતી માટે તમે http://ambedkarfoundation.nic.in/ ની મુલાકાત લઈ શકો છો. તમને વેબસાઈટના સ્કીમ વિભાગમાં આ યોજના સંબંધિત માહિતી મળશે.  અરજી કરવા માટેનું ફોર્મ પણ અહીંથી ઉપલબ્ધ થશે.

આ દસ્તાવેજોની પડશે જરૂર

  • હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ લગ્નની નોંધણી કરાવ્યા બાદ જારી થયેલ લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજીની સાથે કપલમાંથી જે દલિત સમાજના છે, તેનું જાતિ પ્રમાણપત્ર જોડવાનું ફરજિયાત છે.
  • એવા દસ્તાવેજ પણ જોડવો પડશે, જેના દ્વારા ઓળખ થાય છે કે આ કપલના પ્રથમ લગ્ન છે.
  • અરજી સાથે કાયદેસર રીતે પરિણીત હોવાનું એફિડેવિટ જરૂરી છે.
  • આવકનું પ્રમાણપત્ર અને સંયુક્ત બેન્ક ખાતાની વિગતો આપવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news