Mahila Samriddhi Scheme Delhi : 8 માર્ચે મહિલાઓના ખાતામાં આવશે 2500 રૂપિયા...મહિલા દિવસ નિમિત્તે ભાજપ સરકાર આપી શકે છે મોટી ભેટ
Mahila Samriddhi Yojana Launch on Women's day in Delhi : મહિલાઓને 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી 2500 રૂપિયાનો લાભ મળવાનું શરૂ થઈ શકે છે. આ મહિલા દિવસના અવસર પર દિલ્હી સરકાર દર મહિને મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવા માટે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી શકે છે.
Trending Photos
Mahila Samriddhi Yojana Launch on Women's day in Delhi : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ભાજપ સરકાર મહિલાઓને મોટી ભેટ આપી શકે છે. દિલ્હીની ભાજપ સરકારે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવાની યોજના શરૂ કરી શકે છે.
ભાજપે ચૂંટણી પહેલા જ વચન આપ્યું હતું કે દિલ્હીની જરૂરિયાતમંદ મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવા માટે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના મહિલા સન્માન યોજના જેવી જ હશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ માટે અરજીની પ્રક્રિયા શું હશે અને કેવી રીતે અરજી કરી શકાશે.
દિલ્હી સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવાની યોજના બનાવી રહી છે. 8 માર્ચે રાષ્ટ્રીય રાજધાનીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમ દરમિયાન કેટલાક પાત્ર લાભાર્થીઓને નાણાકીય સહાય મળી શકે છે.
કઈ મહિલાઓને મળશે લાભ ?
દિલ્હીની કઈ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનો લાભ મળશે તે અંગે દિલ્હીની ભાજપ સરકારે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે એવો અંદાજ છે કે આ યોજનાના લાભાર્થીઓ પણ દિલ્હીની અન્ય યોજનાઓની જેમ જ હશે. આવી સ્થિતિમાં સરકારી નોકરીમાં કામ કરતી મહિલાઓ, આવકવેરો ભરતી મહિલાઓ અથવા દિલ્હીની અન્ય કોઈ યોજનાનો લાભ લેતી મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનો લાભ નહીં મળે.
ઈ-ડિસ્ટ્રીક્ટ રજીસ્ટ્રેશન શા માટે જરૂરી ?
દિલ્હીમાં પહેલેથી જ ચાલી રહેલી ઘણી યોજનાઓ અને સેવાઓ માટે તમારે ફક્ત ઇ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા જ અરજી કરવાની રહેશે. પરંતુ તમે ત્યારે જ અરજી કરી શકો છો જ્યારે તમારી પાસે ઈ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ પર નોંધણી માટે યુઝર આઈડી અને પાસવર્ડ હોય. તમે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા જ લોગીન કરી શકશો. આ પછી જ દિલ્હી સરકારના તમામ વિભાગોની યોજનાઓ અને સેવાઓ માટે અરજી કરવાનો વિકલ્પ ખુલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે