નાણામંત્રીનો આદેશ, દરેક જિલ્લામાં કેમ્પ લગાવીને 782130000000 રૂપિયા વિતરણ કરાશે, જાણો શું કરવાનું રહેશે?

Nirmala Sitharaman in FSDC: સરકાર એવા પૈસા માટે ચિંતિત છે જે ખાતાઓમાં પડ્યા રહ્યા છે પરંતુ કોઈ ક્લેમ કરવા આવતું નથી. હવે સરકાર એવી કોશિશ કરી રહી છે કે આ પૈસા તેમના અસલ માલિકને મળે તે માટે જિલ્લાસ્તરે કેમ્પ લગાવવામાં આવે અને મામલાની પતાવટ કરાય. 

નાણામંત્રીનો આદેશ, દરેક જિલ્લામાં કેમ્પ લગાવીને 782130000000 રૂપિયા વિતરણ કરાશે, જાણો શું કરવાનું રહેશે?

Unclaimed Funds in Bank: બેંકો અને વીમા કંપનીઓમાં ક્લેમ વગરના પૈસા (Unclaimed Funds) સતત વધી રહ્યા છે. તેના વિશે સરકાર તરફથી પણ સતત ચિંતા જતાવવામાં આવી રહી છે. ભૂતકાળમાં ખાતાઓમાં જમા અનક્લેમ્ડ અમાઉન્ટ તેના અસલ માલિક સુધી પહોંચે તે માટે પોર્ટલ પણ લોન્ચ કરાયું હતું. સરકારની એવી કોશિશ છે કે આ પૈસા તેના અસલ હકદારો પાસે પહોંચે. હવે આ માટે જિલ્લા સ્તરે કેમ્પ લગાવીને દાવો કર્યા વગરના પૈસા તેમના અસલ માલિક સુધી પહોંચાડવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માટે જેમ  બને તેમ જલદી પ્રોસેસના અમલીકરણ માટે કહ્યું છે. 

અનેક એજન્સીઓ મળીને કામ કરશે
નાણામંત્રીના આદેશ બાદ પૈસા તેમના અસલ હકદારો પાસે પહોંચાડવા માટે જિલ્લા સ્તર પર સ્પેશિયલ કેમ્પ લગાવવામાં આવશે. જે હેઠળ અનેક એજન્સીઓ મળીને કામ કરશે અને એવા લોકોની ઓળખ  કરશે જેમના આ પૈસા છે. મુંબઈમાં ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) ની 29મી બેઠક દરમિયાન નાણામંત્રીએ આ અંગે નિર્દેશ આપ્યો. આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI), ઈરડા (IRDAI), પીએફઆરડીએ (PFRDA) જેવા મહત્વના ફાઈનાશિયલ રેગ્યુલેટર અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા. બેઠકમાં ફાઈનાન્શિયલ સેક્ટરના પડકારો અને પોલીસીઓ પર ચર્ચા થઈ. 

પૈસાને સરળતાથી પાછા આપવા માટે સિસ્ટમ હોવી જોઈએ
બેઠક દરમિયાન ક્લેમ વગરના પૈસા પર ધ્યાન આપવામાં આવ્યું. આ પૈસા ઈનઓપરેટિવ બેંક એકાઉન્ટ, અનક્લેમ્ડ ઈન્શ્યોરન્સ પોલીસી અને ડોરમેટ સિક્યુરિટી હોલ્ડિંગમાં ફસાયેલા છે. જાગૃતતાના અભાવે તથા પ્રોસેસમાં વિલંબના કારણે આ પૈસા તેમના અસલ હકદારો પાસે પહોંચી શકતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે નિર્દેશ આપ્યા છે કે આ પૈસા જેમ  બને તેમ જલદી અને સરળ રીતે પરત કરવા માટે એક સિસ્ટમ હોવી જોઈએ. આ માટે સીતારમણે નો યોર કસ્ટમર (KYC) પ્રોસેસને સરળ અને ડિજિટલી બનાવવા માટે કહ્યું. તેમણએ કહ્યું કે તેને એવી બનાવો જેથી કરીને ચલોકો અને વેપારીઓને પરેશાની ન થાય. ફાઈનાન્શિયલ સેક્ટરમાં સારા એક્સપિરિયન્સ માટે એક્ટિવલી કામ કરવા માટે કહ્યું. 

દાવો કર્યા વગરના પૈસા વધીને 78,213 કરોડ રૂપિયા
રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ માર્ચ 2024 સુધી બેંકોમાં દાવો કર્યા વગરની રકમ વધીને 78,213 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હાલ 31 માર્ચ 2025 સુધીનો આંકડો બહાર પાડવામાં આવ્યો નથી. FSDC એ ફાઈનાન્શિયલ રેગ્યુલેટર્સ વચ્ચે સારા તાલમેળ ઉપર પણ ભાર મૂક્યો. કાઉન્સિલે ઈન્વેસ્ટમેન્ટ વધારવા, ફેક્ટરિંગ સર્વિસમાં સુધાર અને એકાઉન્ટ એગ્રીગેટર સિસ્ટમને મજબૂત કરવાની પણ વાત કરી. અત્રે જણાવવાનું કે FSDCના ચેરમેન નાણામંત્રી હોય છે. તેમાં  RBI, SEBI, IRDAI, PFRDA જેવા રેગ્યુલેટિંગ બોડીના પ્રમુખ અને નાણા મંત્રાલયના સચિવ સામેલ હોય છે.  FSDC ફાઈનાન્શિયલ સ્ટેબિલિટીને જાળવી રાખવા માટે અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે પોલીસી તૈયાર કરે છે. 

કેવી રીતે મળશે અનક્લેમ્ડ પૈસા?
જો તમારા બેંક એકાઉન્ટ લાંબા  સમયથી ઈનએક્ટિવ હોય તો તેના માટે બેંકનો સંપર્ક કરો. ચેક કરો કે તેમાં પૈસા છે કે નહીં. જો આ પૈસા વીમા પોલીસી સંલગ્ન હોય તો વીમા કંપનીને તેના વિશે વાત કરો. જો પોલીસી મેચ્યોર થઈ ચૂકી હોય કે ક્લેમ બાકી હોય તો તેની જાણકારી મેળવો. ડીમેટ એકાઉન્ટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની જાણકારી તમે ડિપોઝિટરી(NSDL/CDSL) કે ફંડ હાઉસમાંથી મેળવી શકો છો. આ ઉપરાંત પીએફ (PF) માટે EPFO ની વેબસાઈટ પર UAN નંબરથી ચેક કરી શકો છો કે પીએફમાં પૈસા બાકી છે કે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news