શરીરમાંથી યુરિક Uric Acid નો સફાયો કરી દેશે આ સસ્તા પાંદડા, જાણો કઈ રીતે કરશો સેવન

How To Reduce Uric Acid Naturally: આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ખાનપાનને કારણે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે. આ યુરિક એસિડ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે.
 

 શરીરમાંથી યુરિક Uric Acid નો સફાયો કરી દેશે આ સસ્તા પાંદડા, જાણો કઈ રીતે કરશો સેવન

Home Remedies For High Uric Acid: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જ્યારે શરીર પ્યુરિન નામના તત્વને તોડે છે, ત્યારે યુરિક એસિડ બને છે. પરંતુ જો આ એસિડ મોટી માત્રામાં બનવા લાગે અને શરીરમાંથી બહાર ન નીકળી શકે, તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. યુરિક એસિડમાં વધારો થવાને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થવા લાગે છે, જેમ કે સંધિવા, સાંધાનો દુખાવો, સોજો અને કિડની સંબંધિત સમસ્યાઓ. તે જ સમયે, તેને સમયસર નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે, કેટલીક કુદરતી પદ્ધતિઓ અને પાંદડાઓથી તેને નિયંત્રિત કરી શકાય છે. આ સમાચારમાં, અમે તમને તે પાંદડાઓ વિશે જણાવીશું.

તુલસીના પાન
યુરિક એસિડ લેવલને કંટ્રોલ કરવા માટે તુલસીના પાનને ફાયદાકારક માનવામાં આવે છે. એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તુલસીના પાન કિડનીને ડિટોક્સ કરી યુરિક એસિડનો ફ્લો વધારે છે. તેથી દરરોજ સવારે પાંચ-છ તુલસીના પાન ખાવાની સલાહ આપવામાં આવે છે.

ફુદીનાના પાન
ફુદીનો પણ શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરી શકે છે. ફુદીનો શરીરને ઠંડક આપવાની સાથે-સાથે મેટાબોલિઝ્મ વધારે છે. તે નેચરલ ડિટોક્સિફાઇંગ એજન્ટ્સના રૂપમાં કામ કરે છે, જે લોહી સાફ કરે છે અને યુરિક એસિડ બહાર કાઢવામાં મદદ કરે છે. યુરિક એસિડની સમસ્યા થવા પર તમે ફુદીનાની ચા બનાવી પી શકો છો.

મીઠો લીમડો
યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે મીઠા લીમડાનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાના પાનમાં વિટામિન સી, એ અને આયરન હોય છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કિડનીની ક્ષમતા વધારે છે. કિડની સારી રીતે કામ કરશે એટલે તમારૂ યુરિક એસિડ બહાર નીકળી જશે.

કડવા લીમડાના પાન
લીમડાના પાનમાં કુદરતી એન્ટિસેપ્ટિક અને ડિટોક્સિફાયર ગુણ હોય છે, જે યુરિક એસિડની સમસ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીમડો શરીરને અંદરથી સાફ કરે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ યુરિક એસિડને નિયંત્રિત કરે છે અને બળતરા ઘટાડે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news