હોસ્પિટલમાં જન્મેલા દીકરાનું મોઢું જોઈ બહાર આવ્યા પિતા અને થઈ ગઈ હત્યા

જ્યારે એક બાળકના પિતા બનો ત્યારે કેટલી બધી ખુશી હોય છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના બની જ્યાં હોસ્પિટલમાં પ્રથમવાર દીકરાનું મોઢું જોઈ બહાર આવેલા પિતાની હત્યા થઈ જાય છે.
 

 હોસ્પિટલમાં જન્મેલા દીકરાનું મોઢું જોઈ બહાર આવ્યા પિતા અને થઈ ગઈ હત્યા

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક હત્યાની ઘટના બની છે. અંગત અદાવતમાં મિત્રની હત્યા કરવામાં આવી છે. જે વ્યક્તિની હત્યા થઈ તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં પ્રથમવાર દીકરાનો ચહેરો જોઈ બહાર આવેલા પિતાની તેના મિત્રોએ હત્યા કરી હતી. દીકરાના જન્મ દિવસના દિવસે પિતાની હત્યા થતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં સંજીવની હોસ્પિટલની બહાર એક યુવકને જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરતા સનસનાટી મચી છે. વસ્ત્રાલ ગામમાં રહેતો રવિ ખટિકની પત્ની ગર્ભવતી હતી. ખોખરામાં આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ હતી. 1 જુલાઈના રોજ મૃતક રવિની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. 

રવિ ખટિક પત્નીને મળવા હોસ્પિટલમાં આવ્યો હતો અને દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો. હોસ્પિટલની બહાર પોતાની કાર લઈને ઘરે જવા નીકળેલા રવિ પર તેના ત્રણ મિત્રો ત્રણ મિત્રો હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય લોકોએ રવિ પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં રવિનું મોત થયું હતું. રવિની હત્યા બાદ હત્યારા ભાગી ગયા હતા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રવિ ખટિક અને આરોપીઓ હાર્દિક ઉર્ફે મોદી શુક્લ, નિખિલ બીસ્ટ અને સાગર રાજાવત મિત્રો હતા. આ મિત્રો ગાડીની લે વેચનો ધંધો કરતા હતા. મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તેઓ પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. એક વર્ષ પહેલા આરોપી નિખિલ બીસ્ટના ઘરે દીકરીનો જન્મ થયો તો રવિએ આ દીકરી નિખિલની નહિ હોવાનો કટાક્ષ કર્યો હતો. ત્યાર બાદથી તેમની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી અને તેઓ વચ્ચે ઝઘડો અને અદાવત ચાલતી હતી. આ દરમિયાન રવિના ઘરે દીકરાનો જન્મ થયો તો આરોપી નિખિલ બદલો લેવા મિત્રો સાથે રવિ ની હત્યા કરવા આવ્યો હતો. જાહેરમાં છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.

ખોખરામ હત્યા કર્યા બાદ આરોપીઓ ઇકોસ્પોર્ટ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.. જેથી પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ થી જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news