પૂર્વ પ્રધાનમંત્રીનો પૌત્ર બળાત્કાર કેસમાં દોષિત જાહેર, 2000 અશ્લીલ વીડિયો થયા હતા લીક, હવે થશે સજાની જાહેરાત
Prajwal Revanna: કોર્ટે રેવન્નાને દોષિત ઠેરવ્યા બાદ સજાની જાહેરાત 2 ઓગસ્ટે કરવાની વાત કરી છે. ચુકાદો સાંભળતા રેવન્ના કોર્ટમાં ભાવુક થઈ રડવા લાગ્યો હતો.
Trending Photos
બેંગલુરૂઃ હાસન જિલ્લાના હોલેનારસીપુરામાં એક ફાર્મહાઉસમાં ઘરેલુ નોકરાણી પર બળાત્કાર કરવાના કેસમાં બેંગલુરુની જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે હાંકી કાઢેલા જેડીએસ નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ચુકાદો સંભળાવતા જ તેઓ કોર્ટમાં જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. એફઆઈઆર નોંધાયાના માત્ર 14 મહિના પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ 2 ઓગસ્ટે સજાની અવધિ જાહેર કરવા જઈ રહી છે.
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવગૌડાના પૌત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીનો ભત્રીજો છે. તેના પર યૌન હિંસા અને બળાત્કારના ચાર અલગ-અલગ મામલામાં ગંભીર આરોપ લાગ્યા છે. 28 એપ્રિલથી 10 જૂન 2024 વચ્ચે 4 FIR નોંધાથઈ હતી. આ મામલો હોલેનરસીપુરા પોલીસ સ્ટેશન, હાસન જિલ્લામાં દાખલ થયો હતો. 2 સાઇબર ક્રાઇમ મામલામાંથી એક કેસ CID અધીન સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.
ટેકનિકલ તપાસ અને પોર્નોગ્રાફિક વીડિયો વિવાદ
આ કેસમાં એક કથિત પોર્નોગ્રાફિક વીડિયો સામે આવ્યો હતો, જેના માટે કોર્ટે ટેકનિકલ સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે સ્પષ્ટતા કરવી પડી હતી કે આ વીડિયો પ્રજ્વલ રેવન્નાના મોબાઇલથી તેના ડ્રાઇવર કાર્તિકના મોબાઇલમાં કેવી રીતે ટ્રાન્સફર થયો. CID હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે આ અંગેનો વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ કોર્ટમાં સુપરત કર્યો છે. રિપોર્ટમાં ટ્રાન્સફરના ડિજિટલ લોગ, વીડિયોનું મેટાડેટા વિશ્લેષણ, વોટ્સએપ/બ્લુટુથ જેવા માધ્યમોની ટેકનિકલ પુષ્ટિનો સમાવેશ થાય છે.
પરિવાર પર કાયદાનો શિકંજો
માત્ર પ્રજ્વલ જ નહીં તેના પિતા એચ. ડી. રેવન્ના, જે પર્તમાનમાં હોલેનરસીપુરાથી ધારાસભ્ય છે. તેના વિરુદ્ધ પણ એક કેસ કેઆર નગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સંભવિત રૂપથી પૂરાવાની સાથે છેડછાડ, ધમકી કે ગુનામાં સામેલ હોવા સંબંધિત હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે