‘હમ દો હમારે દો’ થી ભારત પર મોટી મુસીબત આવી, ખતરામાં આવી જશે હિન્દુઓ
India Birth Rate Down : ભારતમાં ‘હમ દો હમારો દો’ ના કારણે જન્મદર ચિંતાજનક સ્તરે ઘટયો. અગ્રણી દેશોમાં પણ ઘટતો જન્મદર ચિંતાનો વિષય બન્યો
Trending Photos
Hum Do Hamare Do ગૌરવ દવે/રાજકોટ : ભારત દેશમાં જન્મદર નોંધનીય રીતે ઘટતી ગયો છે. જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ‘હમ દો હમારે દો’ અને કેટલાય કિસ્સામાં લગ્ન બાદ દંપતી બાળક જ ન ઇચ્છતું હોવાથ આ પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ઝી 24 કલાકે આ અંગે કેટલીક મહિલાઓ સાથે વાત કરી, જેમાં સામાજિકથી લઇ આર્થિક બાબતો કારણભૂત હોવાનું તેઓએ જણાવ્યા.
ખાસ કરીને વર્તમાન સમયમાં યુવાઓ કરિયર ઓરિએન્ટેડ એટલકે પોતાની વ્યવસાયિક કારકિર્દીને વધુ મહત્વ આપતા હોવાનું કારણ સામે આવ્યું. કેટલાકના મતે હવે સંયુક્ત પરિવાર રહ્યા ન હોવાથી બાળકોના જન્મ બાદ તેમના ઉછેરનો મોટો પ્રશ્ન પણ જવાબદાર છે. તો કોઈકના મતે સતત વધતી મોંઘવારી વચ્ચે બાળકોનો ઉછેર અને પરિવારનું ભરણપોષણ પણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું
ભારતનો વસ્તીવૃદ્ધિ દર ઘટીને 1.98 ટકા થઈ ગયો
આ વિશે સમાજશાસ્ત્રી ડો. ભરત ખેર કહે છે કે, ભારતમાં સરકારના ‘હમ દો હમારો દો’ ના અભિયાનના કારણે વસ્તીવૃદ્ધિ દર હોવો જોઈએ તેના કરતાં પણ નીચે ઉતરી ગયો છે. કોઈપણ દેશની વસ્તીને જાળવવા માટે 2.1 ટકાનો જન્મદર અનિવાર્ય માનવામાં આવ્યો છે. જ્યારે ભારતનો વસ્તીવૃદ્ધિ દર ઘટીને 1.98 ટકા થઈ ગયો છે. આમ ભારતમાં હજી ત્રણથી ચાર, દાયકા પહેલા વધતી વસ્તી ચિંતાનો વિષય હતો. હવે ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે. આગામી વર્ષોમાં આના વિપરીત પરિણામો જોવા મળી શકે છે.
ભારતની વસ્તી ‘હમ દો હમારે દો’ને કારણે વધી નથી રહી
વર્લ્ડ બેન્કના ડેટા મુજબ ભારતની વસ્તી વૃદ્ધિને ‘હમ દો હમારે દો’ની નીતિના કારણે બ્રેક વાગી છે. ભારતમાં એક જ સંતાન હોય કે એકપણ સંતાન ન હોય તેવા કુટુંબોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત સંતાન જ ન જોઈતા હોય તેવા કુટુંબોની સંખ્યા પણ વધી છે. જો કે આ સ્થિતિ ભારતમાં જ છે તેવું નથી. ચીન, સાઉથ કોરીયા, જાપાન અને કા યુરોપ તથા અમેરિકા જેવા દેશોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં હેરાન કરનારો આંકડો સાઉથ કોરિયાનો છે. અહીં રિપ્લેસમેન્ટ દર 0.72 ટકા જેટલો જ છે. તેનો સીધો અર્થ એમ કરી શકાય કે સરેરાશ એક દંપતી હવે બાળકને જન્મ આપી રહ્યું નથી.
જ્યારે કે, ચીનમાં રિપ્લેસમેન્ટ દર 1.00નો છે. જાપાનમાં 1.2નો છે. સિંગાપોરમાં છે. ત્રિકામાં 1.62 અને ફ્રાન્સમાં 1.62 છે. હવે આખા વિશ્વના રિપ્લેસમેન્ટ દરની સરેરાશ જોઈએ તો તે 2.2 છે. જે 2.1 ની સરેરાશથી થોડી જ વધારે છે. મોટા ઈકોનોમીમાં ઘટતા જન્મદરના કારણે બજારો નબળા પડવા, નબળા પડવા, શ્રમશક્તિમાં ઘટાડો થવો અને વૃદ્ધોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવો તેવી ચિંતા વધી ગઈ છે. આથી જ જાપાન, રશિયા અને ચીન જેવા દેશો વસ્તીવૃદ્ધિ માટે સરકારી લાભની જાહેરાત કરી રહ્યા છે.
સાઉથ કોરિયાએ અલગ મંત્રાલય રાખ્યું
સાઉથ કોરિયાએ તો આ માટે અલગ મંત્રાલય રાખ્યું છે. જાપાનમાં તો સળંગ 16માં વર્ષે જન્મદરમાં ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એમ થાય કે મૃત્યુનો આંકડો જન્મ કરતાં વધી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો. ભરત ખેરે જણાવ્યું હતું કે, આ સમસ્યાનો આખું વિશ્વ સામનો કરી રહ્યુ છે. આપણી સરકારે વસ્તી નિયંત્રણ કરવા ‘હમ દો હમારે દો’ નું સૂત્ર આપ્યું હતું. પરંતુ દેશવાસીઓએ તેમાં પણ ‘સિંગલ ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ શરૂ કર્યું. જેને કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. આપણા દેશમાં 60 ટકા વસ્તી યુવા છે. જ્યારે 30 ટકા વસ્તી કોઈના પર નિર્ભર એટલે કે વૃદ્ધ છે. જે કમાઈ શકે તેમ નથી. આગામી 30 વર્ષ સુધી હજુ યુવાનો આર્થિક રીતે સક્ષમ છે. પરંતુ જો આવું જ રહેશે તો નિર્ભર રહેનારાની સંખ્યા આગામી વર્ષોમાં વધી જશે અને કમાનારની સંખ્યા ઘટી જશે. જેથી સામાજિક સમસ્યાઓનો દેશમાં લોકોએ સામનો કરવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે