AWACS: આકાશમાંથી કહેર બનીને તૂટી પડ્યું ભારત! પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ તબાહ

AWACS: પાકિસ્તાને જે રીતે હુમલાનું દુ:સાહસ કર્યું ત્યારબાદ હવે ભારતીય સેનાઓ આકરા પાણીએ છે. પાકિસ્તાનના હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ, ચાર ફાઈટર જેટ્સ અને એક  હાઈટેક AWACS (Airborne Warning and Control System) ને સંપૂર્ણ રીતે નષ્ટ કરી. 

AWACS: આકાશમાંથી કહેર બનીને તૂટી પડ્યું ભારત! પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ તબાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવે ગુરુવારે રાતે એક નવો વળાંક લીધો. જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની નાપાક હરકતોનો એવો જડબાતોડ જવાબ આપ્યો કે દુશ્મન કાંપી ઉઠ્યો છે. પાકિસ્તાનના આ દુ:સાહસ બાદ ભારતે જે જવાબ આપ્યો તે ઈતિહાસમાં નોંધવા લાયક છે. મળતી માહિતી મુજબ ભારતીય ફાઈટર જેટ્સે  લાહોર, સિયાલકોટ, ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતના અનેક મહત્વના ઠેકાણાઓ પર જબરદસ્ત એરસ્ટ્રાઈક કરી. આ જવાબી હુમલામાં પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ, ચાર ફાઈટર જેટ્સ, અને એક હાઈટેક AWACS (Airborne Warning and Control System) ને સંપૂર્ણ રીતે નેસ્તોનાબૂદ કરી નાખી છે. 

ભારતીય વાયુસેનાએ ગણતરીની મિનિટોમાં પાકિસ્તાનની હવાઈ તાકાતને એવો ઝટકો આપ્યો કે તેનું સંચાર તંત્ર અને હવાઈ નિગરાણી સિસ્ટમ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત તરફથી મોકલવામાં આવેલા ફાઈટર વિમાનોએ સરહદપાર અનેક પ્રમુખ મિલેટ્રી બેસ અને લોન્ચિંગ પેડ્સને પણ ટાર્ગેટ  કર્યા. પાકિસ્તાનના ચાર ફાઈટર વિમાન ભારતીય જવાબી કાર્યવાહીમાં તૂટ્યા. 

8 મિસાઈલો તોડી
એટલું જ નહીં ભારતે પાકિસ્તાન દ્વારા છોડાયેલી 8 મિસાઈલ અને 16 ડ્રોનને હવામાં જ ટ્રેક કરીને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. આ ઓપરેશન એટલી સટીકતાથી કરવામાં આવ્યું કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ થવાની તક સુદ્ધા ન મળી. પૂંછ અને રાજૌરી સેક્ટરમાં ફાયરિંગની ઘટનાઓ વચ્ચે જમ્મુ, સાંબા, કઠુઆ અને અન્ય સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તમામ શાળાઓ અને કોલેજો શુક્રવારે બંધ રાખવામાં આવી છે. સરહદ પર સેનાની તૈનાતી અને નિગરાણી વધુ કડક કરાઈ છે. 

અમેરિકાની શહબાજને શીખામણ
બીજી બાજુ અમેરિકાએ પણ પાકિસ્તાનને મોટી શીખામણ આપી છે. અમેરિકી વિદેશમંત્રી અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની ફોન પર વાત થઈ છે. જેમાં તેમણે જણાવ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને તરત જ પાછા હટવાની શીખામણ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news