ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ન ઝૂક્યું ભારત, એવો જવાબ આપ્યો કે અમેરિકાએ વિચાર્યું પણ નહીં હોય
Trump Tariff: ભારત અને રશિયાની મિત્રતાથી નારાજ થયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો. જેના પર વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.
Trending Photos
India Reply to Donald Trump: ભારત અને રશિયાની વચ્ચે વધતી મિત્રતા હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી છે. તે સતત જોવા મળી રહ્યું છે. ફરી ટ્રમ્પે ભારત પર 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાગૂ કર્યો છે. 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ભારતે પણ વ્હાઇટ હાઉસને જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પગલું અયોગ્ય અને અવિવેકપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી પગલાં ભરશે.
વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધી છે, જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે અમારી આયાત બજાર પરિબળો પર આધારિત છે અને ભારતના 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના એકંદર ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ આવા પગલાં માટે ભારત પર વધારાની ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે જે ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતમાં લઈ રહ્યા છે.
Statement by Official Spokesperson⬇️
🔗 https://t.co/BNwLm9YmJc pic.twitter.com/DsvRvhd61D
— Randhir Jaiswal (@MEAIndia) August 6, 2025
કોંગ્રેસના સાંસદે પણ પ્રતિક્રિયા આપી
25% વધારાના ટેરિફ લાદ્યા પછી, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું, "મને નથી લાગતું કે આ અમારા માટે ખાસ સારા સમાચાર છે. જો અમારો કુલ ટેરિફ 50 ટકા થઈ જાય, તો તે અમારા ઉત્પાદનોને યુએસમાં ઘણા લોકોની પહોંચની બહાર કરી દેશે, ખાસ કરીને જ્યારે તમે આ ટકાવારી જુઓ છો, ત્યારે તમારે તેમની તુલના અમારા કેટલાક સ્પર્ધકો પર લાદવામાં આવી રહેલા ટેરિફ સાથે કરવી પડશે."
50 ટકા ટેરિફની જાહેરાત
તાજેતરમાં ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત મોટી માત્રામાં રશિયાથી ક્રૂડ ઓયલ ખરીદી રહ્યું છે, તેના પર અમેરિકા ટેરિફ વધારી દેશે કારણ કે ભારત તેલ ખરીદી મોટા નફામાં વેચી રહ્યું છે. ઈન્ટરવ્યુમાં કહેલી વાત આજે હકીકતમાં જોવા મળી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે