Axiom 4 Space Mission: શાળામાં સાથે ભણતા ભણતા થઈ ગયો હતો પ્રેમ, શુભાંશુ શુક્લાના પત્ની છે જાણીતા ડોક્ટર

Axiom 4 Space Mission Shubhanshu Shukla Biography: ભારતના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણને લઈને એક્સિઓમ-4 મિશન કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39એથી ઉડાણ ભરી ચૂક્યું છે. ત્યારે શુભાંશુ શુક્લાના પરિવાર અને તેમના પત્ની વિશે ખાસ જાણો. 

Axiom 4 Space Mission: શાળામાં સાથે ભણતા ભણતા થઈ ગયો હતો પ્રેમ, શુભાંશુ શુક્લાના પત્ની છે જાણીતા ડોક્ટર

Shubhanshu Shukla Space Mission Biography: ભારતના શુભાંશુ શુક્લાની સાથે અન્ય ત્રણ અંતરિક્ષયાત્રીને લઈને એક્સિઓમ-4 મિશન, કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39 એથી ઉડાણ ભરી ચૂક્યું છે. સ્પેસક્રાફ્ટે બરાબર બપોરે 12.01 વાગે (ભારતીય સમય મુજબ) ઉડાણ ભરી.  Axiom-4 મિશન પર ગયેલા અંતરિક્ષયાત્રી કેપ્ટન શુભાંશુ શુક્લાના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. લખનઉમાં રહેતા ઘરવાળાઓએ પોતાના પુત્રની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી. કહ્યું કે અમને અમારા પુત્ર પર ગર્વ છે, તેના કારણે આજે અમારી છાતી ગર્વથી પહોળી થઈ છે. શુભાંશુ શુક્લાની આ સફળતા પાછળ તેમની પત્ની ડોક્ટર કામના મિશ્રાનો મોટો હાથ છે. તેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેઓ અને શુભાંશુ શુક્લા સ્કૂલ સમયના મિત્રો છે. તેમની મિત્રતા સંબંધમાં ફેરવાઈ અને પછી બંનેએ લગ્ન કર્યા. તેમને એક પુત્ર છે

શુભાંશુ શુક્લાના પિતા શંભુનાથ શુક્લા રિટાયર સરકારી અધિકારી છે. તેમણે  કહ્યું કે હું મારા બાળકોને ખુબ ખુબ શુભકામનાઓ આપું છું. આજે મારો દીકરો મિશન પર જઈ રહ્યો છે. મારી ભગવાનને પ્રાર્થના છે કે તે જે મિશન સાથે જઈ રહ્યો છે તે મિશન પૂરું થાય. મને પૂરો ભરોસો છે કે મારા પુત્રનું આ મિશન જરૂર પૂરું થશે. 

લખનઉના નિવાસી શુભાંશુ શુક્લાનો અભ્યાસ શહેરના એક પ્રતિષ્ઠિત સિટી મોન્ટેસરી સ્કૂલથી થયો. 12મું ધોરણ પાસ કર્યા બાદ તેમની પહેલા પ્રયત્નમાં જ 16 વર્ષે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માં પસંદગી થઈ ગઈ હતી. પછી 2006માં તેઓ ઈન્ડિયન એરફોર્સના પાઈલોટ બન્યા. ત્રણ વર્ષની અંદર જ તેઓ વિંગ કમાન્ડર પણ બની ગયા અને પછી કેપ્ટન તરીકે પસંદગી થઈ. શુભાંશુનું કહેવું છે કે 1999ના કારગિલ યુદ્ધથી તેમને સેનામાં જવાની પ્રેરણા મળી અને પહેલા જ પ્રયત્નમાં તેમણે બાજી મારી. 

શુભાંશુ શુક્લા અંગ્રેજી અને હિન્દી બંનેમાં માસ્ટર છે. લખનઉમાં 10 ઓક્ટોબર 1985માં તેમનો જન્મ થયો, જૂન 2006માં IAF પાઈલોટ તરીકે ફાઈટર વિંગમાં તેમને કમિશન મળ્યું. શુંભાંશુ શુક્લા MiG-21, MiG-29, Su-30 MKI, જગુઆર, An-32, હોક, ડોર્નિયર જેવા વિમાન ઉડાવી ચૂક્યા છે. તેમને 2000 કલાકનો ઉડાણનો અનુભવ છે. શુભાંશુને માર્ચ 2024માં ગ્રુપ કેપ્ટન તરીકેની જવાબદારી મળી. 

શુક્લાને તેમના મિત્રો પ્રેમથી શુક્સ કહીને બોલાવે છે. તેમની પત્ની કામના મિશ્રાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે શુભાંશુનો પહેલો પ્રેમ હંમેશા આકાશ રહ્યો છે. અંતરિક્ષમાં જવાનું તેમનું મિશન 2020માં શરૂ થયું હતું. ઈસરોના અંતરિક્ષ મિશન ગગનયાન માટે જ્યારે તાલિમબદ્ધ એસ્ટ્રોનોટ્સની શોધ થઈ તો શુભાંશુ પણ સામે આવ્યા. દોઢ વર્ષની આકરી મહેનત અને ટ્રેનિંગ બાદ તેમની પસંદગી થઈ. ખાણીપીણી સાથે તેમના સૂવા ઉઠવાની સંપૂર્ણ પ્રક્રિયા જ બદલાઈ ગઈ. શુભાંશુ 14 દિવસના સ્પેસ મિશન બાદ તેઓ ઈસરોના સ્વદેશી અંતરિક્ષ અભિયાન સાથે જનારા એસ્ટ્રોનોટના સમૂહનો ભાગ પણ બનવાના છે. 

કામના મિશ્રા અને શુભાંશુ શુક્લા પ્રાઈમરી ક્લાસના દિવસોથી સાથે છે. કામનાએ જણાવ્યું કે  ક્લાસ 3માં બંનેએ સાથે અભ્યાસ કર્યો અને આગળના ક્લાસમાં તેઓ નીકટના મિત્રો બની ગયા. કામનાએ જણાવ્યું કે શુભાંશુ ખુબ જ શરમાળ, શાંત રહેનારા વ્યક્તિ છે. તેઓ ખુબ જ વિનમ્ર અને મૃદુભાષી છે.  તેમના પુત્રનું નામ સિડ છે. 

સ્પેસક્રાફ્ટથી પહેલો મેસેજ
સ્પેસક્રાફ્ટની અંદર શુભાંશુ શુક્લાએ પહેલો મેસેજ પણ મોકલ્યો. તેમણે કહ્યું કે નમસ્કાર, મારા વ્હાલા દેશવાસીઓ, what a ride...41 વર્ષ બાદ આપણે પાછા અંતરીક્ષમાં પહોંચ્યા છીએ અને કમાલની રાઈડ હતી. હાલ અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીની ચારેબાજુ ફરી રહ્યા છીએ. મારા ખભે મારી સાથે તિરંગો છે, જે મને જણાવી રહ્યો છે કે હું એકલો નથી, હું તમારા બધા સાથે છું. અત્રે જણાવવાનું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બનશે અને રાકેશ શર્માના 1984ના મિશન બાદ અંતરીક્ષમાં જનારા બીજા ભારતીય બનશે. 28 કલાકની મુસાફરી બાદ અંતરિક્ષ યાન ગુરુવારે સાંજે લગભગ 4.30 કલાકે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ડોક થાય તેવી આશા છે. 

Jai Hind 🇮🇳 pic.twitter.com/9BJKHeCjNZ

— Shubhanshu Shukla (@IndiaInSky) June 25, 2025

આ મિશન નાસા, સ્પેસએક્સ, અને એક્સિઓમ સ્પેસના સહયોગથી આયોજિત થયું છે. જેમાં ચાર અંતરિક્ષયાત્રી સામેલ છે. જે વાણિજ્યિક અને વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણમાં એક નવું ડગલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news