ટીવી જોવાની આ રીત તમને જેલમાં નાખી શકે છે, 300 મિલિયન ડોલરના કન્ટેન્ટના કાળાબજારનો પર્દાફાશ
પાઇરેટેડ કન્ટેન્ટ ઓનલાઈન સ્ટ્રીમ કરતા એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો મોટા ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. આ નેટવર્ક ભારત સહિત વિશ્વભરમાં ઘણી પ્રીમિયમ ચેનલોની કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે પ્રસારિત કરી રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ચોરીના કન્ટેન્ટને ઓનલાઈન સ્ટ્રીમ કરનાર ગેર-કાયદેસર ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) ના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્કના પર્દાફાશ માટે એક મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવ્યું હતું. આ નેટવર્ક Boss IPTV, Guru IPTV, Tashan IPTV અને Indian IPTV જેવા ઘણા નામથી ભારત સહિત દુનિયાભરની ઘણી પ્રીમિયમ ચેનલોનું ગેરકાયદેસર ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. અધિકારીઓએ યુઝર્સને પણ આ પ્લેટફોર્મ વિરુદ્ધ કડક ચેતવણી આપી છે.
આ રીતે થતું ગેરકાયદેસર પ્રસારણ
પોલીસ પ્રમાણે ટેલિકાસ્ટની આ સર્વિસ લાયસન્સ વગર સ્ટાર, ઝી નેટવર્ક, કલર્સ, સોની, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો અને ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ લીગ જેવી ચેનલો અને પ્રોગ્રામને ગેરકાયદેસર રીતે દેખાડી રહી હતી. આ સર્વિસનું સંચાલન, લિન્ક્સ સેટ-અપ બોક્સ કે પછી સ્માર્ટ ડિવાઇસ અને એપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘણી વેબસાઇટ પર તેને સસ્તા ભાવની લાલચ આપી વેચવામાં આવી રહ્યું હતું.
200થી 300 મિલિયન ડોલરનું ભારે નુકસાન
પોલીસની તપાસમાં સામે આવ્યું કે પ્લેટફોર્મ ઓરિજનલ કન્ટેન્ટ માલિકોને પૈસા આપતા નથી, તેનાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને લગભગ વાર્ષિક 200થી 300 મિલિયન ડોલરનું ભારે નુકસાન ઉઠાવવું પડે છે. એટલું જ નહીં આ સર્વિસ યુઝર્સને પ્રાઇવેસી માટે પણ ખતરનાક છે, કારણ કે તે યુઝર્સના ક્રેડિટ કાર્ડ અને પર્સનલ ડેટાની ચોરી કરે છે. ત્યારબાદ તેનો ઉપયોગ ફિશિંગ સ્કેમ અને ડ્રગ્સ બિઝનેસ અને આતંકવાદ જેવી ગતિવિધિઓ માટે પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા આ કેસમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક આરોપીની ધરપકડ, વર્ષની કમાણી 700 કરોડ રૂપિયા
વર્ષ 2021માં YuppTv ની ફરિયાદ પર ફરીદાબાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે Boss IPTV ના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ગાંધીનગરમાં સાઇબર ક્રાઇમ યુનિતે તાજેતરમાં મોહમ્મદ મુર્તુઝા અલીની ધરપકડ કરી છે, જે Bos IPTV નામથી એક મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો. અલીના આ નેટવર્કમાં 50 લાખથી વધુ ગ્રાહક હતા, જેનાથી તેની વાર્ષિક કમાણી લગભગ 700 કરોડ રૂપિયા હતી.
અમેરિકામાં પણ કેસ દાખલ
ભારત ઉપરાંત, YuppTV એ પણ અમેરિકામાં Boss IPTV અને તેની સંલગ્ન કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે. યુએસ કાયદા હેઠળ, પાઇરેસી સેવાઓનો ઉપયોગ કરવો એ ગંભીર ગુનો છે. જો આવા કિસ્સાઓમાં દોષિત ઠરે તો ફોજદારી કેસ નોંધી શકાય છે. ઉપરાંત, વ્યક્તિને જેલમાં જવું પડી શકે છે. જો આ કિસ્સાઓમાં કોઈ બિન-અમેરિકન નાગરિક દોષિત ઠરે તો તેને દેશમાંથી દેશનિકાલ પણ કરી શકાય છે. અધિકારીઓએ આવી ગેરકાયદેસર સેવાઓનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે.
ભારતીય કન્ટેન્ટ જોવા માટે કાયદેસર અને લાયસન્સ પ્રાપ્ત પ્લેટફોર્મ YuppTV નો ઉપયોગ કરો. તમે www.yupptv.com પર જઈને કાયદાકીય અને સુરક્ષિત રીતે તમારી મનપસંદ ચેનલ જોઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે