Mahakumbh 2025: આ વ્યક્તિએ 45 દિવસમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી! મહાકુંભની આ કહાની જાણી દંગ રહી જશો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક મેળવડા મહાકુંભનું આયોજન થયું હતુ. આ આયોજનમાં કમાણીના અનેક વિક્રમો સ્થપાયા. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાએ અનેક લોકોને આર્થિક રીતે સદ્ધર કરી નાખ્યા. આ કહાની જાણીને દંગ રહી જશો.
Trending Photos
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે રાજ્ય વિધાનસભાને જ્યારે સંબોધિત કરી તો મહાકુંભની સફળતાની કહાની પણ શેર કરી. મુખ્યમંત્રીએ સદનમાં જણાવ્યું કે મહાકુંભ દરમિયાન એક નાવિકે માત્ર 45 દિવસમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી. આ કહાનીને સમજાવતા યુપી સીએમએ કહ્યું કે નાવિક પાસે 130 બોટ હતી ને તેણે આ મોટા આયોજન દરમિયાન સરેરાશ 23 લાખ રૂપિયાની કમાણી કરી.
યોગી આદિત્યનાથે કહ્યું કે 130 બોટના માલિક એક નાવિકના પરિવારે મહાકુંભ દરમિયાન ફક્ત 45 દિવસમાં કુલ 30 કરોડ રૂપિયા કમાણી કરી. તેનો અર્થ એ છે કે દરેક બોટે 45 દિવસમાં 23 લાખ રૂપિયા કમાણી કરી. જે દરરોજના લગભગ 50,000-52,000 રૂપિયા છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં બજેટ ચર્ચા દરમિયાન આ વાત કરી. તેમણે કુંભના આર્થિક પ્રભાવ ઉપર પણ વાત કરી. તેમણે કહ્યું કે યુપી એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના મહત્વકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગે છે.
કોણ છે એ નાવિક
અહીં જે નાવિકની વાત થઈ રહી છે તે પિન્ટુ મહારા છે. પિન્ટુએ 45 દિવસની અંદર ભવ્ય ધાર્મિક સમાગમ દરમિયાન શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની સેવા માટે 70 બોટ બનાવી હતી. આ માટે પિન્ટુએ બેંકમાંથી લોન લીધી અને ઘરેણા પણ ગિરવે મૂક્યા હતા. નાણાકીય જોખમો છતાં તેને પૂરેપૂરો ભરોસો હતો કે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આવશે અને આ મહેનત રંગ લાવી.
એક ખાનગી ચેનલ સાથે વાતીચીતમાં પિન્ટુએ કહ્યું કે અમારા પરિવારમાં 100થી વધુ લોકો છે અને બધાએ ખુબ મહેનત કરી. અમારા માટે આ કોઈ મહાપ્રસાદથી કમ નથી. યોગીજી અને મોદીજીનો આભાર. જેમના કારણે આટલું મોટું આયોજન થયું અને અમારા જેવા નાવિકો પર ખાસ ભાર મૂકાયો. અમે લોકોએ જેટલા પૈસા કમાયા, એટલું તો જીવનમાં ક્યારેય જોયું નહતું. તેમણે કહ્યું કે અમારી પાસે પોતાની 70 બોટ છે અને લગભગ દરેક પરિવાર પાસે 10-20 બોટ હતી. દરેકે સારી કમાણી કરી. આખા ગામનું કહો તો સમગ્ર પ્રયાગરાજના નાવિકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ ગઈ. આટલા પૈસા કમાઈશું એ તો ક્યારેય વિચાર્યું પણ નહતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે