'પીએમ મોદી જેવા કોઈ નથી...' આખરે આવું કહેવા પર કેમ મજબૂર થયા ખરગે, જાણો તેના પાછળની કહાની

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમના જેવા કોઈ નથી. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી કે માફી માંગતા નથી.

'પીએમ મોદી જેવા કોઈ નથી...' આખરે આવું કહેવા પર કેમ મજબૂર થયા ખરગે, જાણો તેના પાછળની કહાની

Mallikarjun Kharge: કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું છે કે, તેમના જેવા કોઈ નથી. જો કે, ખડગેની આ ટિપ્પણી પીએમ મોદીની પ્રશંસા કરવા માટે નહીં પરંતુ તેમના પર પ્રહાર કરવા માટે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી લોકોને ફસાવીને, યુવાનોને છેતરીને અને ગરીબોને ખોટા વચનો આપીને મત મેળવે છે.

આવા પ્રધાનમંત્રી નથી જોયા
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભાના સાંસદ ખડગેએ કહ્યું કે, '11 વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 33 મોટી ભૂલો થઈ છે. મેં સંસદમાં પણ કહ્યું છે કે. મેં આજ સુધી એવા પ્રધાનમંત્રી જોયા નથી જે આટલું ખોટું બોલે છે, આટલી બધી ભૂલો કરે છે, લોકોને ફસાવે છે, યુવાનોને છેતરે છે અને ગરીબોને છેતરીને મત એકઠા કરે છે.' ખડગેએ વધુમાં કહ્યું કે, પીએમ મોદી ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી કે માફી માંગતા નથી.

— Press Trust of India (@PTI_News) June 11, 2025

'પોતાના વચનો પૂરા કરતા નથી પીએમ મોદી'
ખડગેએ કહ્યું કે, 'નોટબંધી હોય, રોજગાર હોય કે ખેડૂતોને MSP આપવી હોય, પીએમ મોદીએ ઘણી વખત જનતા સમક્ષ ખોટું બોલ્યું છે. આમ છતાં તેમણે ક્યારેય સ્વીકાર્યું નથી કે, તેમણે ભૂલ કરી છે.' ખડગેએ વધુમાં કહ્યું કે, 'પીએમ મોદી એક પછી એક વચનો આપે છે પણ કંઈ પણ પૂરું કરતા નથી.'

લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ન કરવા પર સવાલ
આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષે લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ન કરવાના મુદ્દા પર પણ વડાપ્રધાનને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે બંધારણ મુજબ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂકની માંગ કરી છે. ખડગેએ કહ્યું કે, 'પીએમ મોદી વારંવાર લોકશાહીની વાત કરે છે, પરંતુ આઝાદી પછી ક્યારેય એવું બન્યું નથી કે કોઈ વડાપ્રધાને લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રાખ્યું હોય. મોદીજીના પહેલા અને બીજા કાર્યકાળમાં આ પદ ખાલી રહ્યું હતું અને હવે ત્રીજા કાર્યકાળમાં પણ ખાલી છે.'

'લોકતંત્રમાં વિશ્વાસ નથી'
તેમણે એ પણ યાદ અપાવ્યું કે, યુપીએ સરકાર દરમિયાન આ પદ વિપક્ષના નેતાને આપવામાં આવ્યું હતું, જે લોકશાહી પરંપરાઓ અનુસાર હતું. તેમણે આરોપ લગાવ્યો કે, 'પીએમ મોદીનું આ વલણ ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. તેઓ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવા માંગતા નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ લોકતંત્રમાં માનતા નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news