ગુજરાતથી નકલી મતદારો લાવી ચૂંટણી જીતી રહી છે BJP, બંગાળમાં પણ આવું જ કરશેઃ મમતા બેનર્જી
West Bengal Election 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે દાવો કર્યો કે ભાજપ રાજ્યની મતદાતા યાદીમાં હેરાફેરી કરવા માટે બે ઓનલાઈ એજન્સીની નિમણૂંક કરી છે. આ એન્જસી તે માટે સક્રિય થઈ ગઈ છે કે બીજા રાજ્યોના મતદાતા 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ નેતાજી ઈન્ડોરમાં પોતાની બેઠકથી આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીનો સંકેત આપી દીધો છે. પાર્ટી નેતાએ એક બાદ એક નિવેદનોમાં ભાજપની આલોચના અને ટીએમસી કાર્યકર્તાઓને મતદાતા યાદીને લઈને ચેતવણી આપી છે. ગુરૂવારે નેતાજી ઈન્દોર રેલીમાં મમતાએ ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે બંગાળમાં મત મેળવવા માટે ચૂંટણી પંચ અને કેટલીક અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી અન્ય અન્ય રાજ્યના લોકોના નામ બંગાળની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે.
વોટરલિસ્ટમાં ખેલ કરી દિલ્હી-મહારાષ્ટ્રમાં ભાજપની જીત
મમતાએ તે પણ સંકેત આપ્યો કે મતદાતા યાદીમાં અનિયમિતતાઓને કારણે જ ભાજપને દિલ્હી અને મહારાષ્ટ્રમાં જીત મળી છે. તેમણે કહ્યું કે દિલ્હી ન કરી શક્યું, મહારાષ્ટ્ર ન કરી શક્યું, અમે બંગાળમાં ઝડપી લેશું, અમે જવાબ આપીશું. મમતા બેનર્જીએ મંચ પર ઘણા દસ્તાવેજો કાઢ્યા અને મતદાર યાદીમાં વિસંગતિઓનો આરોપ લગાવ્યો. આરોપ છે કે બંગાળી મતદાતા ઓળખ પત્ર સંખ્યામાં ગુજરાત કે ગરિયાણામાં રહેતા કોઈ વ્યક્તિનું નામ સામેલ કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી તાજેતરમાં થઈ છે. આ મુદ્દા પર પણ મમતા બેનર્જીએ આલોચના કરી છે. તેમણે પૂછ્યું કે શું તમે જાણો છો કે વર્તમાન ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? માનનીય ગૃહમંત્રીના માનનીય સચિવ, જેને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. આ બધુ ભાજપના લોકોથી ભરાયેલું છે. આ ચૂંટણી પંચ ત્યાં સુધી બદનામ રહેશે જ્યાં સુધી તે નિષ્પક્ષ નહીં રહે.
ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ભાજપે રાજ્યમાં મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે બે ઓનલાઈન એજન્સીઓની નિમણૂક કરી છે. જે 2026ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોના મતદારો મતદાન કરી શકે તે માટે સક્રિય બની છે. મુખ્યમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસની બેઠકમાં કહ્યું કે જ્યાં સુધી મને માહિતી મળી છે. આ હેતુ માટે એસોસિએશન ઓફ બ્રિલિયન્ટ માઈન્ડ્સ અને કંપની ઈન્ડિયા 360 નામની બે એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. આ એજન્સીઓએ ડેટા એન્ટ્રી ઓપરેટરોનો સંપર્ક કર્યો હતો. તેણે બ્લોક લેવલના કેટલાક ગેરરીતિ કરનારા રિટર્નિંગ ઓફિસરો સાથે મળીને આવું કર્યું હતું. તેઓ અન્ય રાજ્યોના મતદારોના નામ પશ્ચિમ બંગાળના મતદારોના EPIC નંબર સાથે જોડી રહ્યા છે.
હરિયાણા-ગુજરાતના મતદાતા વધુ
મુખ્યમંત્રીએ તે પણ કહ્યું કે તેમણે હરિયાણા, ગુજરાત, બિહાર, પંજાબ અને રાજસ્થાન જેવા બીજા રાજ્યના મતદાતાઓના કેટલાક ખાસ ઉદાહરણ જોયા છે. તેમણે દાવો કર્યો કે સૌથી વધુ મતદાતા હરિયાણા અને ગુજરાતથી છે. તેમણે કહ્યું કે દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી પહેલા આ ગડબડ થઈ હતી, જેનાથી ભાજપને ત્યાં જીત મેળવવામાં મદદ મળી.
અમે ષડયંત્રને સફળ નહીં થવા જઈએઃ મમતા
મુખ્યમંત્રીએ કહ્યું કે અન્ય પાર્ટીઓ આ ચાલને પકડી શકી નહીં. પરંતુ બંગાળમાં અમે આ ચાલને પહેલાથી ઓળખી લેવામાં સક્ષમ છીએ, તેથી અહીં કોઈ ષડયંત્ર સફળ થશે નહીં. મમતાએ પોતાની પાર્ટીની જિલ્લા સ્તરીય કોર કમિટીની રચનાની જાહેરાત કરી છે. તેનું એકમાત્ર કામ સંબંધિત જિલ્લામાં આ પ્રકારની કથિત ગડબડીની ઓળખ કરવાનું હશે.
હું ખુદ નકલી મતદાતાઓની ઓળખ કરીશ
મુખ્યમંત્રીએ કહ્યું કે આ જિલ્લા સ્તરીય કોર કમિટીઓ પોત-પોતાના જિલ્લામાંથી આ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવેલી એક કેન્દ્રીય સમિતિને રિપોર્ટ મોકલશે. આ સમિતીનું નેતૃત્વ પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બખ્શી કરશે. નકલી મતદાતાઓની ઓળખનું કામ આગામી10 દિવસની અંદર પૂરુ કરવું પડશે. જો આ સમિતી નિષ્ફળ રહે છો તો હું ખુદ નકલી મતદાતાઓની ઓળખ કરીશ.
મતદાર યાદીમાં ગેરરીતિનો પર્દાફાશ
દિલ્હી અને મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા મમતાએ આરોપ લગાવ્યો કે મતદાર ઓળખ કાર્ડ બદલીને બંગાળની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાંથી લોકોને મત આપવા માટે લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બોલતી વખતે તેણે મુર્શિદાબાદના રાની નગરના રહેવાસી સૈદુલ ઈસ્લામનું નામ લીધું. તેમની પાસે જે દસ્તાવેજો છે તેમાં હરિયાણાની સોનિયા દેવીનું નામ પણ જોડવામાં આવ્યું છે. મમતાએ રાની નગરના અન્ય રહેવાસી મોહમ્મદ અલી હુસૈનનું ઉદાહરણ આપ્યું, જેમના એપિક નંબર પર પણ આવી જ રીતે ફ્રોડ કરવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સેમ્પલ સર્વેમાંથી મળેલા દસ્તાવેજો ચોંકાવનારા છે. આરોપ છે કે ઘણા મામલાઓમાં એક જ મતદાર ઓળખ કાર્ડ નંબરમાં બંગાળના મતદારોની જગ્યાએ હરિયાણા, પંજાબ અને બિહારના લોકોના નામ લખવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ આ કામ પાછળ કેટલાક ARO અને ડેટા એન્ટ્રી ઓપરેટરો પર આંગળી ચીંધી છે. તેમણે ડેટા ઓપરેટરો પર નજર રાખવા જણાવ્યું હતું. મીઠાઈના કેટલાક પેકેટ ઘણી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. હું એમ નથી કહેતો કે બધા લોકો ખરાબ છે. હું એવા લોકોને રંગે હાથે પકડીશ જેમણે આ કર્યું છે. પરંતુ મારે આ માટે દસ્તાવેજી પુરાવા જોઈએ છે.
મમતાએ આ સ્ત્રોતને ટાંકીને તપાસ માટે એક સમિતિની રચના કરી હતી, તેમણે પક્ષના કાર્યકરો વતી મતદાર યાદીની ચકાસણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જિલ્લા કક્ષાએ આ મતદાર યાદીની ચકાસણી માટે સમય મર્યાદા પણ નક્કી કરી છે. તે માત્ર સૂચનાઓ આપીને અટકી ન હતી. તેમણે એક કમિટી પણ બનાવી હતી. જો સમગ્ર રાજ્યમાં મતદાર યાદી અંગે કોઈ સમસ્યા હોય અને જિલ્લા કક્ષાએ તેનું નિરાકરણ ન થઈ શકે તો તે બાબતની જાણ રાજ્ય કક્ષાની સમિતિને કરવી. સુબ્રત બક્ષીને સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય સમિતિમાં અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, સુજીત બસુ, મલય ઘટક, પાર્થ ભૌમિક, ડેરેક ઓ બ્રાયન, અરૂપ બિસ્વાસ, ફિરહાદ હકીમ, દેવાંશુ ભટ્ટાચાર્ય, ઋતબ્રતા બેનર્જી અને તૃણમૂલના ઘણા વરિષ્ઠ અને જુનિયર નેતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપના નેતાઓએ આ મુદ્દે આપી પ્રતિક્રિયા
મમતા બેનર્જીના નિવેદન બાદ ગુજરાતમાં ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું કે મમતા બેનર્જીને સત્તા જવાનો ડર લાગી રહ્યો છે. ભારત ભરમાં ભાજપનું શાસન આવી રહ્યું છે. હવે મમતા બેનર્જીની વિદાય થવાની છે. તો ભાજપ નેતા અને ધારાસભ્ય સીજે ચાવડાએ કહ્યુ કે મમતા કે કોંગ્રેસ ચૂંટણી હારે એટલે ઈવીએમ પર આરોપ લગાવે છે. મમતા અત્યારથી હારનું બહાનું શોધી રહી છે. આપણું ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, જેના પર બધાને વિશ્વાસ છે. મતદાન નામ નોંધવીની એક પ્રક્રિયા છે, ગમે તે રીતે નામ જોડાય જતા નથી.
તો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકરે કહ્યું કે મમતા બેનર્જીએ ક્રૂર અને આપખુદશાહી શાસન ચલાવ્યું છે. બંગાળમાં અરાજકતાનો માહોલ છે. મમતા બેનર્જી હાર ભાળી ગયા છે એટલે આવા નિવેદનો આપો છે. બંગાળના લોકો હવે ભાજપની સરકાર ઈચ્છી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે