એકમાત્ર અભિનેતા જેમણે સરકાર સામે કેસ ઠોક્યો અને જીતી પણ ગયા, મનાવવામાં મંત્રાલયને પરસેવો છૂટી ગયો હતો
બોલીવુડ અભિનેતા મનોજકુમારનું નિધન થયું છે. દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા આ અભિનેતાએ જ્યારે સરકાર સામે જ મોરચો માંડ્યો હતો ત્યારે મનાવવામાં સરકારને પણ પરસેવો છૂટી ગયો હતો.
Trending Photos
બોલીવુડના દિગ્ગજ ફિલ્મ અભિનેતા મનોજકુમારનું આજે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. મનોજકુમાર બોલીવુડ ફિલ્મોમાં દેશભક્તિની અલખ જગાડવા માટે જાણીતા હતા. પછી તો એવું થયું તેઓ તેમની ફિલ્મોના કારણે તેમને ભારતકુમાર તરીકે ઓળખાવા લાગ્યા. બીજી બાજુ તેઓ ભારત સરકાર સામે ભીડવામાં પણ પાછળ રહ્યા નહતા. તેમના જીવનનો આ કિસ્સો જાણવા જેવો છે. જે દર્શાવે છે કે તેઓ એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે બહાદુર અને દિલેર વ્યક્તિ પણ હતા.
સરકાર સામે કેસ ઠોક્યો
મનોજકુમાર વિશે કહેવાય છે કે તેઓ એકમાત્ર એવા કલાકાર છે જેમણે સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને જીત્યો પણ ખરા. આ કેસ છે ઈમરજન્સી સમયનો. જ્યારે 1975માં ઈન્દિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી લાગૂ કરી હતી ત્યારે મનોજકુમારે તેનો વિરોધ કર્યો હતો. તેનાથી સરકાર નારાજ થઈ હતી. સ્થિતિ એ હતી કે તે સમયે સરકાર એવા કલાકારોની ફિલ્મો રિલીઝ થતા જ બેન કરતી હતી જે કટોકટીનો વિરોધ કરતા હતા.
મનોજકુમારની ફિલ્મ પર પ્રતિબંધ
આ જ કડીમાં સરકારે મનોજકુમારની ફિલ્મ દસ નંબરીને સૂચના અને પ્રસારણ મંત્રાલયે બેન કરી દીધી. ત્યારબાદ તેમની બીજી ફિલ્મ શોર સાથે પણ એવું કર્યું. એટલું જ નહીં શોર તો રિલીઝ થતા પહેલા જ દુરદર્શન પર દેખાડી દીધી જેનાથી તે સિનેમાઘરો સુધી પહોંચી અને ફિલ્મને ભારે નુકસાન થયું.
નારાજ અભિનેતાએ ઈન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કેસ કર્યો અને કમાલની વાત એ છે કે તેઓ આ કેસ જીતી પણ ગયા. તેનાથી સરકારને પણ મોટો સંદેશ ગયો.
ન માન્યા મનોજકુમાર
કેસ હાર્યા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમને ઈમરજન્સી પર ફિલ્મ બનાવવાની ઓફર કરી. મંત્રાલયે મનોજકુમારને મનાવવાની ખુબ કોશિશ કરી પરંતુ મનોજકુમાર માન્યા નહીં અને ઓપર ફગાવી દીધી. એટલું જ નહીં આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા બદલ જાણીતા લેખિકા અમૃતા પ્રીતમને ફટકાર પણ લગાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે