ભારતનું ટાઈમ મશીન: વરસાદ અને કુદરતી આફતોની આપશે સટીક માહિતી, લોકોના જીવ બચશે

IMD To Launch BFS: ભારતીય હવામાન વિભાગ લગભગ 150 વર્ષથી હવામાનની સચોટ માહિતી પૂરી પાડી રહ્યું છે, પરંતુ હવે ભારત આગાહી પ્રણાલી દ્વારા IMD વરસાદ, તોફાન, ચક્રવાત, અતિશય ગરમી અને તીવ્ર ઠંડી વિશે વધુ સચોટ માહિતી પૂરી પાડશે.

ભારતનું ટાઈમ મશીન: વરસાદ અને કુદરતી આફતોની આપશે સટીક માહિતી, લોકોના જીવ બચશે

IMD To Launch BFS: હવે તોફાન કે પાણીના કારણે સંપત્તિને કોઈપણ નુકસાન નહીં થાય અને કોઈનો જીવ પણ નહીં જાય. હવે વરસાદ, તોફાન, ભીષણ ગરમી અને ઠંડી વિશે સટીક અનુમાન કરી શકાશે. કેમ કે ભારતીય હવામાન વિભાગને પોતાનું ટાઈમ મશીન મળી ગયું છે. IMDના આ ટાઈમ મશીનનું નામ BFS એટલે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે. તેના કારણે લોકો સમય પહેલાં સાવધાન થઈ જશે અને મોટી આફતમાંથી બચી શકશે ત્યારે આ BFS કઈ રીતે કામ કરી શકશે? 

  • તોફાનની મળશે સટીક જાણકારી
  • કુદરતી આફતની મળશે નક્કર માહિતી
  • વરસાદ વિશે થશે સટીક આગાહી
  • ગરમી અંગે મળશે ચોક્કસ જાણકારી

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે!આ 14 જિલ્લામાં આંધી-વંટોળ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ

ભારતના હવામાન વિભાગને એવું ટાઈમ મશીન મળ્યું છે જેની મદદથી કુદરતી સંકટ વિશે તેઓ એકદમ સટીક અનુમાન કરી શકશે. આ ટાઈમ મશીનનું નામ ભારત ફોરકાસ્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમને નવી દિલ્લીના વિજ્ઞાન ભવન ખાતે લોન્ચ કરવામાં આવી. 

ભારત ફોરકાસ્ટ સિસ્ટમની મદદથી હવામાન વિભાગ હવામાનની ભવિષ્યવાણી એકદમ સટીક કરશે. ભારત BFSને લોન્ચ કરીને અમેરિકા અને બ્રિટનના ગ્લોબલ ફોરકાસ્ટ મોડલથી આગળ નીકળી ગયું છે. આ સિસ્ટમમાં કઈ રીતે અનુમાન કરવામાં આવશે?

BFS સિસ્ટમનું મુખ્ય એન્જિન આર્કા સુપરકમ્પ્યુટર છે. તેની પ્રોસેસિંગ સ્પીડ 11.77 પેટાફ્લોપ્સ છે. જ્યારે તેની સ્ટોરેજ કેપેસિટી 33 પેટાબાઈટ્સ છે. આર્કા માત્ર 4 કલાકમાં ડેટા ક્રંચિંગ કરી શકે છે. પહેલાં સુપરકમ્પ્યુટરને 10 કલાક લાગતા હતા. હાલ દેશમાં 40 ડોપલર રડાર સિસ્ટમ એક્ટિવ છે. જેને વધારીને આગામી સમયમાં 100 કરવામાં આવશે. જેની મદદથી દેશના કોઈપણ ખૂણાની સિઝનની માહિતી મેળવી શકાશે. 

ભારત આ સિસ્ટમની મદદથી વરસાદ, તોફાન, ગરમીની લહેર કે અચાનક બદલાતી સિઝનની જાણકારી આપી શકશે. તેનાથી લોકોના જાનમાલને થતું મોટું નુકસાન પણ ઓછું કે અટકી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news