સુખ ચેન કી જિંદગી જિયો, રોટી ખાઓ વરના મેરી ગોલી તો હૈ હી : ભુજમાં બગડ્યા મોદી
PM Modi In Bhuj: ભુજમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ પાકિસ્તાનના લોકોને કહેવા માંગે છે કે શાંતિથી રહો, રોટલી ખાઓ... નહીંતર મારી ગોળી તો છે જ... પીએમ મોદીએ ભુજમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
Trending Photos
PM Modi Attack On Pakistan: ગુજરાત પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા છે. હવે તેમનો અમદાવાદમાં રોડ શો પણ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોને સંદેશ આપતા તેમણે કહ્યું કે ફક્ત પાકિસ્તાનના લોકો જ તેમને આતંકવાદથી મુક્ત કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, તમે લોકો ક્યાં છો?
ઓપરેશન સિંદૂર પર, તેમણે કહ્યું કે ભારતે એવી રીતે હુમલો કર્યો કે થોડા કલાકોમાં જ પાકિસ્તાની સેના સફેદ ઝંડો બતાવવા લાગી હતી.
થોડા કલાકોમાં જ સફેદ ઝંડા દેખાડવા લાગ્યા
પીએમ મોદીએ કહ્યું, "જ્યારે તેમના ડ્રોન આવ્યા ત્યારે આંખના પલકારામાં એક પછી જમીન પર પડવા લાગ્યા હતા. ભારતે પાકિસ્તાનના એરબેઝ, લશ્કરી છાવણીનો નાશ કરતાં દુનિયા ચોંકી ગઈ અને પાકિસ્તાન ધ્રૂજી રહ્યું હતું. અમે પાકિસ્તાનના હુમલાનો એટલી તાકાતથી જવાબ આપ્યો કે તેમની મોટા એરસ્પેસ નાશ પામ્યા હતા. પાકિસ્તાનને લાગ્યું કે તેઓ ટકી શકશે નહીં કારણ કે ભારતે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હતું. પાકિસ્તાને થોડા કલાકોમાં જ સફેદ ઝંડા બતાવવાનું શરૂ કરી દીધું જેથી તેના પર ફરીથી હુમલો ન થાય."
કોઈ પણ કિંમતમાં છોડીશું નહીં...
પીએમ મોદીએ વધુમાં કહ્યું, "જે લોકો ભારત તરફ આંખ ઉઘાડીને જોશે તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ઓપરેશન સિંદૂર એ માનવતાના રક્ષણ અને આતંકવાદનો અંત લાવવાનું ઓપરેશન છે. મેં બિહારમાં ગર્વથી જાહેરાત કરી હતી કે હું આતંકવાદનો નાશ કરીશ. મેં પાકિસ્તાન દ્વારા આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે 15 દિવસ રાહ જોઈ, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં, તેથી મેં સેનાને પણ ખૂલ્લી છૂટ આપી દીધી. અમે દુનિયાને બતાવ્યું કે અમે અહીં બેઠા બેઠા આતંકવાદીઓનો ખાત્મો કરી શકીએ છીએ."
પીએમ મોદીએ કચ્છના વિકાસ વિશે વાત કરતા કહ્યું કે, આ પહેલા કચ્છના કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રીનું ભાષણ પાકિસ્તાનથી શરૂ અને સમાપ્ત થતું હતું, પરંતુ તેમણે 2001માં નક્કી કર્યું કે તેઓ આ વાત પર0 સમય બગાડશે નહીં, પરંતુ કચ્છના સામર્થ્યને ઉજાગર કરશે જેથી પાકિસ્તાનને ઈર્ષ્યા થાય. તેમણે કહ્યું કે, "આપણે એવું કચ્છ બનાવ્યું છે કે દુશ્મનો તેનો વિકાસ જોઈને ઈર્ષ્યા કરે છે."
પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે ભારતની જીરો ટોલરેન્સની નીતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, "જે આપણું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે, તેને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. ભારત સામે આંખો ઉંચી કરનારાઓને કિંમત ચૂકવવી પડશે." તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ મિશનનો ઉદ્દેશ્ય આતંકવાદને નાબૂદ કરવાનો અને માનવતાનું રક્ષણ કરવાનો છે.
તમારી સરકાર તમારા ભવિષ્યનો નાશ કરી રહી છે
"ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદીઓ સાથે છે અને જે લોકો તેમને ટેકો આપી રહ્યા છે તેમની સાથે અમારી દુશ્મની છે. હું પાકિસ્તાનના લોકોને પૂછવા માંગુ છું કે તમે શું પ્રાપ્ત કર્યું. ભારત ચોથી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને તમારી સ્થિતિ શું છે?
મોદીને ધ્યાનથી સાંભળો, તમારી સેના અને સરકાર આતંકવાદીઓને ટેકો આપી રહી છે. પાકિસ્તાનના લોકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો તેમના માટે યોગ્ય છે, શું તેનાથી તેમને ફાયદો થશે? હું પાકિસ્તાનના લોકોને કહેવા માંગુ છું, તમારી સરકાર તમારા ભવિષ્યનો નાશ કરી રહી છે.
(BOX) વડાપ્રધાનના હસ્તે કચ્છની ધરા પરથી રૂ. ૫૩ હજાર કરોડથી વધુના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયાં
- રૂ.૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પો જનસમર્પિત
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ:
• રૂ. ૧૨૫ કરોડના ખર્ચે જામનગરમાં ૨૨૦/૬૬ કે.વી. બબરઝર સબસ્ટેશન
• રૂ. ૭૫ કરોડના ખર્ચે જામનગરમાં GETCOનું ૧૩૨/૬૬ કાનસુમરા સબસ્ટેશન
• રૂ. ૬૯ કરોડના ખર્ચે મોરબીમાં ૧૧ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી
• રૂ. ૫૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના મંજલમાં ૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• રૂ. ૨૦૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે ૩૫ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• રૂ. ૮૮૭ કરોડના જામનગર જિલ્લાના બબરઝરમાં ૨૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ
• રૂ. ૪૬ કરોડના ખર્ચે અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં ૬૬ કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો
- માર્ગ અને મકાન વિભાગ
• રૂ. ૫૫ કરોડના ખર્ચે કચ્છમાં લાયજા- બાડા- માપર- મોડકુબા-લઠેડી-સાંધાણ-સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ.
• રૂ. ૫૦ કરોડના ખર્ચે ભીરંડિયારી-હોડકો-ધોરડો ટેન્ટ સિટી માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણ
- પાવરગ્રિડ
• રૂ. ૧૮૬ કરોડના ખર્ચે બનાસકાંઠા-સાંખારી પ્રોજેક્ટ – ATC વધારવા માટે ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તાર
દીનદયાલ પોર્ટ ઓથોરિટી
• રૂ. ૨૨૬ કરોડના ખર્ચે કંડલા ખાતે ઓઇલ જેટી નં. ૮
• રૂ. ૭૭ કરોડના ખર્ચે કંડલામાં કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ
• રૂ. ૭૫ કરોડના ખર્ચે આદિપુરથી કાર્ગો બર્થ ૧૬ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૧ સુધી માટે વધારાની રોડ કનેક્ટિવિટી
• રૂ. ૧૦૦ કરોડના ખર્ચે કંડલામાં EXIM કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ
• રૂ. ૪૧ કરોડના ખર્ચે ટુના-ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કોમન કનેક્ટિવિટી
• રૂ. ૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરીની પોર્ટ કોલોનીમાં ડી ટાઇપ ક્વાર્ટર્સ
• રૂ. ૬.૫ કરોડના ખર્ચે ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેંટર ઓફ એક્સલન્સ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
• રૂ. ૩૩ કરોડના ખર્ચે માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ
(BOX) રૂ. ૫૧૦૮૮ કરોડના ૧૫ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત થયા
પાવરગ્રીડ:
• રૂ. ૩૫૦૦૦ કરોડના ખર્ચે ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ± ૮૦૦ કે.વી. HVDC પ્રોજેક્ટ
• રૂ. ૪૨૦૦ કરોડના ખર્ચે ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની ૭ GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
• રૂ. ૩૫૦ કરોડના ખર્ચે કચ્છ: ૪૦૦/૨૦૦ કે.વી. મેવાસા સબસ્ટેશન
• રૂ. ૩૯૦ કરોડના ખર્ચે અમદાવાદ: ૪૦૦/૨૦૦ કે.વી. ધોલેરા-૨ સબસ્ટેશન
• રૂ. ૮,૮૫૦ કરોડના ખર્ચે તાપી : ૮૦૦ મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ, ઉકાઈ
• રૂ. ૩૯૩ કરોડના ખર્ચે તાપી: ઉકાઈ ખાતે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ માટે નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગ
• રૂ. ૮૫ કરોડના ખર્ચે મહિસાગર: કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના ૬૦ મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશનલાઈઝેશન
• રૂ. ૨૪૭ કરોડના ખર્ચે કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક
માર્ગ અને મકાન વિભાગ
• રૂ. ૪૩ કરોડના ખર્ચે કચ્છમાં પલાસવા- ભીમસર- હમીરપુર- ફતેગઢ સીસી રોડ નિર્માણ
• રૂ. ૪૦ કરોડના ખર્ચે કચ્છમાં કોટડા-બિટ્ટા રોડનું મજબૂતીકરણ
• રૂ. ૭૧૮ કરોડના ખર્ચે ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર
દીનદયાલ પોર્ટ ઓથોરિટી
• રૂ ૧૫૦ કરોડના ખર્ચે કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ
• રૂ. ૪૫૩ કરોડના ખર્ચે કંડલામાં ૩ રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને ૬ લેન માર્ગોમાં સુધારો
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ
• રૂ. ૧૦૯ કરોડના ખર્ચે ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ
પાણી પુરવઠા વિભાગ
• રૂ. ૬૦ કરોડના ખર્ચે કચ્છના અબડાસામાં ગ્રુપ ઇમ્પ્રુવમેન્ટ વોટર સપ્લાય યોજના
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે