Nagpur Violence: નાગપુરમાં થયેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ પકડાયો, નીતિન ગડકરી વિરુદ્ધ લડી હતી ચૂંટણી

શાંત શહેર તરીકે જેની ગણતરી થાય છે તે નાગપુરમાં અચાનક સોમવારે હિંસા ફાટી નીકળી. હવે આ હિંસા મામલે પોલીસે માસ્ટરમાઈન્ડ ફહીમ ખાનની ધરપકડ કરી છે. 

Nagpur Violence: નાગપુરમાં થયેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ પકડાયો, નીતિન ગડકરી વિરુદ્ધ લડી હતી ચૂંટણી

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં સોમવારે 17 માર્ચ 2025ના રોજ થયેલી હિંસા મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસે બુધવારે 19 માર્ચ 2025ના રોજ તોફાનોના માસ્ટરમાઈન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી છે. પોલીસે પહેલા તેની તસવીર બહાર પાડી હતી. નાગપુર તોફાનોમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને અનેક લોકોના વાહનો, દુકાનો અને ઘરોમાં પણ આગચંપી થઈ હતી. 

નીતિન ગડકરી વિરુદ્ધ લડ્યો હતો ચૂંટણી
આરોપી ફહીમ ખાને વર્ષ 2024માં લોકસભા ચૂંટણી ટાણે નાગપુરથી ચૂંટણી લડી હતી. તેણે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે આ ચૂંટણીમાં તે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિરુદ્ધ 6.5 લાખની જંગી મતોના અંતરથી હાર્યો હતો. 38 વર્ષનો ફહીમ ખાન MDPનો શહેર અધ્યક્ષ છે. તે નાગપુરના યોશધરાનગરમાં સંજયબાગ કોલોનીમાં રહે છે. તેના વિરુદ્ધ સાંપ્રદાયિક ઘર્ષણ ફેલાવવા અંગે FIR નોંધવામાં આવી છે. 

ભડકાઉ ભાષણથી વધી હિંસા
પ્રાથમિક તપાસ અને પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલા એક વીડિયો મુજબ ફહીમ ખાને કથિત રીતે તણાવ શરૂ થતા પહેલા એક ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનાથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધ્યો અને હિંસા ભડકી ઉઠી હતી. પોલીસના જણાવ્યાં મુજબ ફહીમે લોકોને ભડકાવ્યા અને પોલીસ સ્ટેશનમાં 500 લોકોને ભેગા કર્યા હતા. 

અફવાએ ભડકાવી હિંસા
અત્રે જણાવવાનું કે નાગપુર હિંસા સોમવારે 17 માર્ચ 2025ની સાંજે થઈ હતી. એક અફવા ઉડી હતી કે ઔંરગઝેબની કપબરને હટાવવા અંગે પ્રદર્શન કરી રહેલા એક સંગઠને ધાર્મિક ગ્રંથ બાળ્યો છે. આ અફવાએ સમગ્ર વિસ્તારમાં હિંસાની આગ ભડકાવી દીધી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો જેમાં 34 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news