પાકિસ્તાનનો પંજાબના ફિરોજપુરમાં હુમલાનો નાકામ પ્રયાસ, ડ્રોન દેખાયા
India pakistan War: પાકિસ્તાને સતત બીજા દિવસે હુમલાઓ ચાલુ રાખ્યા છે, ભારત સરકારના જણાવ્યા અનુસાર 08 મેના રોજ 400થી વધારે ડ્રોન દ્વારા પાકિસ્તાને હુમલો કર્યો હતો, જેના જવાબમાં ભારતે બધાજ ડ્રોનને તોડી પાડ્યા હતા અને આજે પણ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરી છે.
Trending Photos
India pakistan War: પાકિસ્તાને ફરી એકવાર વાર નાપાક હરકત કરી છે રાત્રે 9 વાગ્યા બાદ પાકિસ્તાને ભારતના બોર્ડર વિસ્તારમાં ડ્રોનથી અટેક કરવાનું ચાલુ કરી દીધું છે, ત્યારે પંજાબના ફિરોજપુરમાં પણ ડ્રોન દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફિરોઝપુરમાં રહેણાંક વિસ્તારમાં હુમલો
ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોને હુમલો કર્યો, જેમાં એક પરિવાર ઘાયલ થયો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફિરોઝપુરના એસએસપી ભૂપિન્દર સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, 'અમને 3 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. તેના શરીર પર બળી ગયેલા ઘા છે. ડૉક્ટર તેની સારવાર કરશે. સેનાએ મોટાભાગના ડ્રોનને તોડી પાડ્યા છે.
#WATCH | Punjab | A complete blackout has been enforced in Firozpur, and sirens and explosions can be heard.
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/VqsKb4clxX
— ANI (@ANI) May 9, 2025
હવામાં હુમલો નાકામ
9 મેની રાત્રે, ભારતીય સેના સંપૂર્ણ કાર્યવાહીમાં જોવા મળી. પાકિસ્તાનનો એક પણ હુમલો અત્યાર સુધી સફળ થયો નથી. ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. જેસલમેરમાં સંપૂર્ણ અંધારપટ છે. ભારતીય સેના તરફથી સતત વળતા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
૩ ઘાયલ થયા
ફિરોઝપુરના એસએસપી ભૂપિન્દર સિંહ સિદ્ધુએ મીડિયાને ડ્રોન હુમલા અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું, 'અમને માહિતી મળી છે કે 3 લોકો ઘાયલ થયા છે. તેના શરીર પર બળી ગયેલા ઘા છે. ડૉક્ટર તેની સારવાર કરશે. સેનાએ મોટાભાગના ડ્રોનને નિષ્ક્રિય કરી દીધા છે.
જવાબી કાર્યવાહી કરી રહ્યું છે ભારત
ભારતીય સેનાએ 7 મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જે બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં હોય તેવું લાગે છે. 8 મેના રોજ પાકિસ્તાનના ડ્રોન હુમલા નિષ્ફળ ગયા. 9 મેની રાત્રે પણ પાકિસ્તાનના ડ્રોન હુમલા ચાર જગ્યાએ જોવા મળ્યા હતા. ભારતીય સેના ફરી એકવાર પાકિસ્તાનની હરકતોનો યોગ્ય જવાબ આપતી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે