India Pakistan War: કચ્છ, બનાસકાંઠા સહિત ગુજરાતના 37 તાલુકામાં બ્લેકઆઉટ, નલિયા પાસે ડ્રોન દેખાયા

India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે. ત્યારે તણાવભરી પરિસ્થિતિમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં અલર્ટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હાઈઅલર્ટ જાહેર કરાયા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. રજા પર ગયેલા કર્મીઓને ફરજ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે.

India Pakistan War: કચ્છ, બનાસકાંઠા સહિત ગુજરાતના 37 તાલુકામાં બ્લેકઆઉટ, નલિયા પાસે ડ્રોન દેખાયા

India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે. ગુરુવારે પાકિસ્તાને ફરી એકવાર હુમલોનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેનાના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઉપરાંત આજે એટલે કે શુક્રવારે ફરી એકવાર પાકિસ્તાન દ્વારા નાપાક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતમાં કચ્છ સહિત બનાસકાંઠામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરીને માહિતી આપી છે. મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ જાહેર રહેશે.

— CMO Gujarat (@CMOGuj) May 9, 2025

ગુજરાતમાં કચ્છ સહિત બનાસકાંઠા, પાટણમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના બોર્ડરના ગામોમાં આજે ફરીથી બ્લેકઆઉટ અપાયું. બનાસકાંઠાના સુઇગામ અને વાવના બોર્ડરના ગામોમાં બ્લેકઆઉટ કરાયું છે. વાવના 13 અને સુઇગામના 11 ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને બ્લેકઆઉટ અપવામાં આવ્યું છે.  સુઇગામના ગોલપ, પાડન, ગોલપ નેસડા, રડોસણ, મેઘપુરા, જલોયા, નડાબેટ, મસાલી, માધપુરા, દુદોસણ અને બોરું અને  વાવના 13 ગામોને એલર્ટ કરાયા છે. 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ફક્ત બાહ્ય સાર્વજનિક લાઈટ બંધ રહેતી હતી. હાલમાં સંપૂર્ણ વીજ પુરવઠો બંધ કરાયો.

CM ભૂપેન્દ્ર પટેલની કંટ્રોલ રુમમાં બેઠક
કચ્છ અને બનાસકાંઠાની સરહદ પર ડ્રોનની ગતિવિધિઓ દેખાતા રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતાં અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતાં. કંટ્રોલ રૂમમાં હાલ ગૃહ અને મહેસુલ વિભાગના અધિકારીઓ સહિત રાહત કમિશનર આલોક પાંડે હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક શરૂ કરી છે. 

ગુજરાતની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન દેખાયા
ગુજરાતની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. બનાસકાંઠા અને કચ્છમાં ડ્રોન દેખાયા છે. સરહદી વિસ્તારોને એલર્ટ પર મુકાયા છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news