સ્પેનના એરપોર્ટ પર વિમાનમાં આગની લાગવાની સૂચના મળતાં જ કૂદયા મુસાફરો, 18 ઘાયલ, VIDEO સામે આવ્યો
Palma Mallorca Airport Incident: સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર માન્ચેસ્ટર જતી રાયનએરની ફ્લાઇટમાં આગની ચેતવણીથી ગભરાટ ફેલાયો હતો. ગભરાટમાં મુકાયેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે પાંખ પરથી કૂદી પડ્યા હતા. 18 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Trending Photos
Palma Mallorca Airport Incident: સ્પેનના પાલ્મા ડી મેલોર્કા એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનમાં આગ લાગવાની ચેતવણી આપવામાં આવતાં અંધાધૂંધી મચી ગઈ હતી. રયાનએરના બોઇંગ 737 વિમાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડવા લાગ્યા. આ ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના શનિવારે બની હતી, વિમાન માન્ચેસ્ટર જવા માટે ઉડાન ભરવાનું હતું.
આગ લાગવાની માહિતી મળતા જ હડકંપ
માહિતી મુજબ આગની જાણ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન ગભરાટમાં આવેલા કેટલાક મુસાફરો પોતાને બચાવવા માટે વિમાનની પાંખ પર ઉતર્યા અને ત્યાંથી સીધા જમીન પર કૂદી પડ્યા હતા.
18 મુસાફરો ઘાયલ, વીડિયો સામે આવ્યો
ઓછામાં ઓછા 18 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસાફરો ગભરાટમાં અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પરથી સીધા જમીન પર કૂદતા જોઈ શકાય છે.
એરલાઈને બાદમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 4 જુલાઈના રોજ પાલ્માથી માન્ચેસ્ટર જતી ફ્લાઇટમાં ખામીયુક્ત આગ ચેતવણી લાઇટને કારણે ટેકઓફ રદ કરવો પડ્યો હતો. એરલાઈને જણાવ્યું હતું કે, "મુસાફરોને ફન્ફ્લેટેબલ સ્લાઇડ્સનો ઉપયોગ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ટર્મિનલ પર પાછા લાવવામાં આવ્યા હતા. 18 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 6 મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા."
રાયનએરે માહિતી આપી હતી કે આ ઘટના પછી મુસાફરોને થતી અસુવિધા ઓછી કરવા માટે અમે બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. વિમાન સવારે મુસાફરો સાથે રવાના થયું. અસરગ્રસ્ત મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા બદલ અમે દિલથી માફી માંગીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે