'સીમા હૈદર ટૂંક સમયમાં થશે પાકિસ્તાન ડિપોર્ટ' જામીન અપાવનાર વકીલે કેમ કર્યો આવો દાવો

Seema Haider: સીમા હૈદરને જામીન અપાવનાર વકીલે દાવો કર્યો છે કે, સીમા હૈદરને જલ્દી જ પાકિસ્તાન મોકલી દેવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, તેણીને ભારતીય નાગરિકતા મળી શકશે નહીં.

'સીમા હૈદર ટૂંક સમયમાં થશે પાકિસ્તાન ડિપોર્ટ' જામીન અપાવનાર વકીલે કેમ કર્યો આવો દાવો

Seema Haider: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પાછા જવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન સીમા હૈદરનો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. લોકો સીમા હૈદરને પાકિસ્તાન પાછા મોકલવાની પણ માંગ કરી રહ્યા છે. જો કે, સીમા હૈદરે પોતે આ મામલે મૌન જાળવી રાખ્યું છે.

આ દરમિયાન સીમા હૈદરને જામીન અપાવનાર વકીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સીમા હૈદરને ટૂંક સમયમાં જ પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં તેમણે સીમા હૈદરને જલ્દી પાકિસ્તાન મોકલવાની પણ માંગ કરી છે.

નોંધનીય છે કે, સીમા 2023માં નેપાળ થઈને પાકિસ્તાનથી ભારત આવી હતી. ત્યારબાદ વકીલ હેમંત પરાસરે તેમના જામીન કરાવ્યા હતા. હવે તેઓ પોતે જ તેણીને પાકિસ્તાન પાછા મોકલવાની માંગ કરી રહ્યા છે. TV9 સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો છે કે, સીમા હૈદરને ભારતીય નાગરિકતા મળી શકતી નથી. તેણીને ટૂંક સમયમાં પાકિસ્તાન ડિપોર્ટ થશે. આનું કારણ આપતાં તેમણે કહ્યું કે, સીમા અહીં ગેરકાયદેસર રીતે રહે છે. પહેલા એવું બનતું હતું કે, જો કોઈ મહિલા પાકિસ્તાનથી આવીને ભારતમાં બાળકને જન્મ આપે તો તેને ભારતીય નાગરિકતા મળી જતી હતી. પરંતુ હવે આ કાયદો સમાપ્ત થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, સીમા હૈદરના કોઈ દસ્તાવેજો ગૃહ મંત્રાલય, એટીએસ અને રાષ્ટ્રપતિ પાસે નથી. કાયદા મુજબ તેણીને ભારતીય નાગરિકતા મળી શકતી નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જો સરકાર ઇચ્છે તો તે તેમની સામે ચાલી રહેલા કેસને મુલતવી રાખી શકે છે અને તેણીને પાછી મોકલી શકે છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે, પહેલગામ હુમલા પછી જે રીતે વડાપ્રધાન મોદી એક્શનમાં છે તે મુજબ સીમા હૈદરને ટૂંક સમયમાં ડિપોર્ટ થશે.

સીમા હૈદર હાલમાં નોઈડાના રબુપુરા ગામમાં રહે છે. તેણીના લગ્ન સચિન મીણા સાથે થયા છે. PUBG ગેમ રમતી વખતે તેની સચિન મીણા સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને પછી સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી. સીમા હૈદરે સચિન સાથે પહેલા નેપાળમાં અને પછી ભારતમાં લગ્ન કર્યા હતા. હાલમાં તે જામીન પર છે અને સચિન મીણા સાથે રહે છે. તાજેતરમાં જ તેણીને સચિન મીણાથી એક પુત્રીનો જન્મ પણ થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news