સુહાગરાતે આવું કોણ કરે? વરરાજાએ સેજ પર બેઠેલી દુલ્હનને દેખાડ્યો ગર્લફ્રેન્ડનો ફોટો અને...
સુહાગરાત એક એવી પળ હોય છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તેને યાદગાર બનાવવા માટે ભાત ભાતના અરમાનો લઈને ફરતા હોય છે. પરંતુ આ યુવતી સાથે થયું એવું કોઈની સાથે થાય તો શું કરવું?
Trending Photos
સુહાગરાત એ દરેક છોકરા છોકરીના જીવનમાં એક અવિસ્મરણીય પળ હોય છે. લગ્ન પહેલા તેના સપના સેવાતા હોય છે પરંતુ આ જ સુહાગરાત પર જ્યારે મોટો આઘાત મળી જાય અને સપના ચૂર ચૂર થઈ જાય તો શું થાય. આવું જ કઈક ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી સામે આવેલા એક કિસ્સામાં જોવા મળ્યું.
વાત જાણે એમ છે કે એક રિપોર્ટ મુજબ બુલંદશહેરના અનુપશહેર રોડ પર આવેલા આનંદ વિહાર કોલોનીની રહીશ હિના માલિકે એક પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં કહ્યું કે તેના નિકાહ પાંચ ડિસેમ્બર 2022ના રોજ ગાઝિયાબાદની ખોડા કોલોનીના રહીશ દાનિશ મલિક સાથે થયા હતા. નિકાહ બાદ કુટુંબીજનો અને સંબંધીઓ દ્વારા યુવતીને ધામધૂમથી વિદાય પણ કરવામાં આવી.
સુહાગરાતે કર્યો કાંડ
વિદાય બાદ દુલ્હન સાસરે આવી અને અનેક અરમાનો સાથે સુહાગરાતની સેજ પર બેઠી. દુલ્હેરાજાના ઘર પર જ્યારે રસ્મો પતી ત્યારબાદ સુહાગરાત માટે દુલ્હેરાજા દુલ્હન પાસે આવ્યો અને ચહેરા પરથી ઘૂંઘટ હટાવ્યો તો દુલ્હેરાજા બોલ્યો તારો ચહેરો મને ગમ્યો નથી. ત્યારબાદ દુલ્હેરાજાએ પોતાના મોબાઈલમાં યુવતીનો એક ફોટો દેખાડ્યો અને તેનું નામ મુસ્કાન જણાવ્યું અને કહ્યું કે, આ તેની ગર્લફ્રેન્ડ છે અને તે છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે રિલેશનમાં છે.
દાનિશે વધુમાં કહ્યું કે તેણે ઘરવાળાની ઈજ્જત ખાતર નિકાહ કર્યા છે. પીડિતાએ જણાવ્યું કે તેને આ સમગ્ર વાતો પિતાને જણાવી અને પિતાએ થોડા દિવસમાં બધુ ઠીક થઈ જશે એમ કહ્યું. આ બધા વચ્ચે પીડિતાએ એક બાળકને પણ જન્મ આપ્યો. પીડિતા હિના મલિકે કહ્યું કે તેના લગ્નમાં પરિજનોએ 30 લાખથી વધુ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.
એવો આરોપ છે કે સાસરીયાવાળા લગ્નમાં મળેલા કરિયાવરથી ખુશ નહતા અન વધારાના 20 લાખ રૂપિયા માંગતા હતા. માંગણી પૂરી ન થતા પીડિતાને મારી મારીને ઘરમાંથી પણ બહાર કાઢી મૂકી. પોલીસ સ્ટેશન જવા છતાં ન્યાય ન મળતા પીડિતાએ એસએસપી પાસે ન્યાયની માંગણી કરી. હવે પીડિતાની ફરિયાદ પર પતિ દાનિશ, સાસુ, સસરા, અને જેઠ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે