જાણીતી શાળાની ટીચરનો મોટો કાંડ! વિદ્યાર્થીને ફાઈવસ્ટાર હોટલોમાં લઈ જતી, દવા ખવડાવીને જે કર્યું....મગજ ચકરાવે ચડશે

મુંબઈની જાણીતી શાળાની એક શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થી સાથે જે કર્યું તે વાલીઓને ચિંતામાં મૂકી શકે તેવું છે. આ કેવો માહોલ સર્જાઈ રહ્યો છે કે જ્યાં બાળકો ટીચર સાથે પણ સેફ નથી? વિદ્યાર્થીને કારમાં બેસાડીને લઈ જતી અને એક વર્ષ સુધી અનેકવાર સેક્સ કર્યું. વિગતો તમને હચમચાવી દેશે. 

જાણીતી શાળાની ટીચરનો મોટો કાંડ! વિદ્યાર્થીને ફાઈવસ્ટાર હોટલોમાં લઈ જતી, દવા ખવડાવીને જે કર્યું....મગજ ચકરાવે ચડશે

આ કિસ્સો ખુબ ચોંકાવનારો છે. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માતા-પુત્ર જેવો સંબંધ ગણાય. ગુરુની ભૂમિકા વિદ્યાર્થીના જીવનમાં જરાય કમ નથી. પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે તેણે આ સંબંધને લાંછન લગાવી દીધુ. એક 40 વર્ષની પરિણીત શિક્ષિકા કે જેના પોતાના પણ બાળકો છે તેણે શાળામાં 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે જે કર્યું તે જાણીને તમારું મગજ ચકરાવે ચડી જશે. મનમાં એ સવાલ ઉઠશે કે શું હવે છોકરાઓ પણ સુરક્ષિત નથી? આ મામલો મુંબઈની એક મોટી સ્કૂલનો છે જ્યાં 16 વર્ષના વિદ્યાર્થી સાથે અંગ્રેજીની શિક્ષિકા એક વર્ષ સુધી જબરદસ્તીથી સેક્સ કરતી રહી. આ માટે આ મેડમે તેની એક બહેનપણીની પણ મદદ લીધી. 

હવે આ મેડમની શારીરિક અપરાધોથી બાળકોના રક્ષણ (POCSO) એક્ટ હેઠળ વિદ્યાર્થીનું અનેકવાર શારીરિક શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ બધુ એક વર્ષથી થોડા વધુ સમય સુધી ચાલ્યું. તે ધોરણ 11ના સ્ટુડન્ટ્સને ભણાવતી હતી. 

ડાન્સ ગ્રુપ બનાવતા વિદ્યાર્થી પર પડી નજર
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ પોલીસે અપાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2023માં હાઈ સ્કૂલના વાર્ષિક સમારોહ માટે ડાન્સ ગ્રુપ બનાવવા દરમિયાન મેડમ આ વિદ્યાર્થી પ્રત્યે આકર્ષાઈ. જાન્યુઆરી 2024માં તેણે પહેલીવાર શારીરિક સંબંધ બાંધવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ટીચરે એમ કહીને વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કર્યું કે આપણે એક બીજા માટે બન્યા છીએ. આ દરમિયાન ટીચરે એન્ગ્ઝાઈટી દૂર કરવા માટે તેને દવા પણ ખવડાવી હતી. 

છોકરો શરૂઆતમાં ના ના કરતો રહ્યો અને ટીચરથી બચતો રહ્યો. ટીચરે પોતાની એક બહેનપણીને પોતાની સાથે મદદ માટે લીધી અને તેને ફોન કરીને તેને પોતાની રીતે તૈયાર કરવા કહ્યું. તે બહેનપણી શાળા બહારની હતી. તેના ઉપર પણ કેસ કરાયો છે. તેણે સગીર વિદ્યાર્થીને એમ કહીને મનાવ્યો કે આજકાલ મોટી ઉંમરની મહિલાઓ અને કિશોરો વચ્ચે સંબંધ સામાન્ય વાત છે. તેણે એમ પણ કહ્યું કે તે બંને એક બીજા માટે બન્યા છે. 

ટીચરની આ સખીના ફોન કોલ બાદ વિદ્યાર્થી અંગ્રેજીવાળી મેડમને મળવા માટે રાજી  થયો હતો. એવું કહેવાય છે કે મેડમ તેને પોતાની કારમાં સુમસામ જગ્યાએ લઈ ગઈ અને જબરદસ્તીથી કપડાં કાઢી નાખ્યા. તેની સાથે મારપીટ પણ કરી. વિદ્યાર્થીને મુશ્કેલીઓ થવા લાગી તો  તે મેડમે તેને દવા પણ ખવડાવી દીધી. 

હોટલમાં સેક્સ...
આ મેડમ તે વિદ્યાર્થીને સાઉથ મુંબઈ અને એરપોર્ટ પાસેની અનેક ફાઈવ સ્ટાર હોટલોમાં લઈ જવા લાગી. ત્યાં અનેકવાર તેણે શારીરિક સંબંધ  બાંધ્યા. પોલીસે જણાવ્યું કે તે સંબંધ બાંધતા પહેલા તેને દારૂ પણ પીવડાવતી હતી. ટીચરની ધરપકડે શાળા પ્રશાસનને પણ ચોંકાવી દીધુ. આ સ્કૂલમાં અનેક મશહૂર હસ્તીઓ ભણી ચૂકી છે. થોડા મહિના  બાદ વિદ્યાર્થીના પરિવારે તેના વ્યવહારમાં ફેરફાર જોયો. પૂછવામાં આવ્યું તો બાળકે તે ટીચર વિશે ઘણું બધુ જણાવી દીધુ. પરિવારે વિચાર્યું કે તેને સ્કૂલ પાસ કરવામાં ગણતરીના મહિના બાકી છે આથી ચૂપ રહેવું ઠીક છે. 

આ વર્ષની શરૂઆતમાં છોકરાએ પરીક્ષા પાસ કરી અને શાળા  છોડી દીધી. જો કે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. મેડમ આમ છતાં માની નહીં. તેણે એક ઘરેલુ સહાયક દ્વારા બાળકનો સંપર્ક કર્યો. પરિવારને લાગ્યું કે તે  બાળકનો પીછો છોડશે નહીં ત્યારે પોલીસને સૂચના આપવામાં આવી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news