ભારતમાં દેખાવા લાગ્યો કોરોનાનો કહેર! ગુજરાત સહિત કયા રાજ્યમાં કેટલા પોઝિટીવ કેસ? જાણો લિસ્ટ

Coronavirus Cases in India: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ નોંધાયા છે, જ્યારે શનિવારે અગાઉ 511 નવા કેસ નોંધાયા હતા. કોવિડ-19નું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે.

ભારતમાં દેખાવા લાગ્યો કોરોનાનો કહેર! ગુજરાત સહિત કયા રાજ્યમાં કેટલા પોઝિટીવ કેસ? જાણો લિસ્ટ

Covid-19 Infection Increasing in India: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોવિડ-19 ના વધતા જતા કેસોએ લોકોમાં ચિંતા પેદા કરી છે. દેશમાં કોવિડના સક્રિય કેસ વધીને 3395 થયા છે. રવિવારે આરોગ્ય મંત્રાલયના તાજેતરના અપડેટ મુજબ 24 કલાકમાં 685 નવા કેસ નોંધાયા છે, જ્યારે અગાઉ શનિવારે 511 નવા કેસ નોંધાયા હતા. કોવિડ-19 ચેપ સતત વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે.

શુક્રવારે કોવિડ-સંબંધિત ચાર નવા મૃત્યુ નોંધાયા હતા, જે અગાઉના દિવસે સાત હતા. ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને કેરળમાં એક-એક મૃત્યુ નોંધાયું હતું. 1 જાન્યુઆરી, 2025 થી, દેશમાં 26 કોવિડ-19 મૃત્યુ નોંધાયા છે. ચેપમાં વધારો થવા છતાં 1435 દર્દીઓ વાયરસમાંથી સ્વસ્થ થયા હતા અને દેશભરની હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, 1 જૂન સુધીમાં આઠ રાજ્યોમાં 100થી વધુ સક્રિય કોવિડ-19 કેસ નોંધાયા છે.

વર્તમાન લહેરમાં કોવિડ-19 થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

રાજ્યના     કોરોના સક્રિય કેસો
કેરળ     1400
મહારાષ્ટ્ર     485
દિલ્હી     436
ગુજરાત     320
પશ્ચિમ બંગાળ     287
કર્ણાટક     238
તમિલનાડુ     199
ઉત્તર પ્રદેશ     149

ચિંતા કરવાની કોઈ વાત નથી, પણ સાવધાની રાખવાની જરૂર
હાલના ઉછાળા દરમિયાન દિલ્હીમાં પણ કોવિડ-૧૯ સંબંધિત પ્રથમ મૃત્યુ નોંધાયું છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, પુષ્ટિ થઈ છે કે મૃતક 60 વર્ષીય મહિલા હતી, જે પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે કહ્યું, 'અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. 

આ સમયે એકંદરે આપણે દેખરેખ રાખવી જોઈએ, સાવધ રહેવું જોઈએ પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી.' તેમણે વધુમાં કહ્યું કે હાલનો ઉછાળો ઓમિક્રોનના પેટા પ્રકારો મુખ્યત્વે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ને કારણે છે. આમાં અત્યાર સુધી હળવા લક્ષણો જોવા મળ્યા છે.

લોકોને સાવધાની રાખવાની સલાહ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુષ્ટિ આપી છે કે હાલમાં રાજધાનીમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે લોકોને ગભરાવાની અપીલ કરી અને કહ્યું કે દિલ્હી સરકાર સતર્ક છે અને હોસ્પિટલો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. કર્ણાટકમાં સક્રિય કેસ વધ્યા છે. 

આ દરમિયાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નિવેદન જાહેર કરીને સલાહ આપી છે. લોકોને શાંત રહેવા, સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવા અને આરોગ્ય અધિકારીઓ સાથે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા અને સ્વચ્છતાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news