Hair Care: ચોટી થઈ ગઈ છે એકદમ પાતળી? તો નાળિયેર તેલમાં આ 3 વસ્તુ મિક્સ કરી લગાડો, વાળની કાયાપલટ થઈ જશે
How to Get Thicker Hair: યુવતીઓને સૌથી વધારે ચિંતા ખરતા વાળની હોય છે. કારણ કે જેમજેમ વાળ ખરે છે તેમતેમ ચોટલી પાતળી થતી જાય છે. જો તમારે લાંબા અને ઘાટા વાળ જોઈતા હોય તો નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લગાડી શકો છો.
Trending Photos
How to Get Thicker Hair: દરેક યુવતીની ઈચ્છા હોય કે તેના વાળ લાંબા અને ઘાટા હોય. પરંતુ બદલતી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે વાળ પર ખરાબ અસર જોવા મળે છે. આ સ્થિતિમાં મોંઘા હેર કેર પ્રોડક્ટ અને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતા ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળતો નથી. વાળની લંબાઈ વધારવા માટે હેર કેર પર ધ્યાન આપવું પણ જરૂરી હોય છે.
વાળ માટે નાળિયેર તેલ લાભકારી છે. નાળિયેર તેલ સ્કિન સાથે વાળને પણ સુંદર બનાવે છે. વાળને જાડા અને મજબૂત કરવા માટે નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લગાડી શકાય છે.
નાળિયેર તેલ અને ડુંગળીનો રસ
જો તમારે વાળને મુલાયમ અને લાંબા કરવા છે તો નાળિયેર તેલ અને ડુંગળીનો રસ વાળમાં લગાડો. તેનાથી વાળ લાંબા અને ઘાટા થશે. એક વાટકીમાં નાળિયેર તેલ અને ડુંગળીનો રસ મિક્સ કરી વાળમાં લગાડો. વાળના મૂળમાં આ મિશ્રણ સારી રીતે લગાડવું. માલિશ કરી તેલ 1 કલાક સુધી રાખો. ત્યારબાદ શેમ્પૂ કરી લો.
નાળિયેર તેલ અને લીમડાના પાન
વાળને લાંબા અને જાડા કરવા માટે નાળિયેર તેલ અને લીમડાના પાન પણ યુઝ કરી શકાય છે. એક વાટકીમાં નાળિયેર લઈ તેમાં લીમડાના પાનનો રસ કાઢીને અથવા તેની પેસ્ટ બનાવીને એડ કરો. આ તેલથી વાળમાં માલિશ કરો અને 1 કલાક રાખો. એક કલાક પછી વાળને શેમ્પૂ કરી લો. આ મિશ્રણ વાળને જરૂરી પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ પુરા પાડે છે.
નાળિયેર તેલ અને આમળા
નાળિયેર તેલ અને આમળા વાળ માટે લાભકારી છે. નાળિયેર તેલમાં કાચા આમળાની પેસ્ટ ઉમેરી માસ્ક તૈયાર કરો. આ માસ્કને વાળના મૂળમાં સારી રીતે લગાડો અને પછી 1 કલાક રાખો. 1 કલાક પછી શેમ્પૂ કરી લો. આ માસ્કથી હેર ગ્રોથ સારો અને ઝડપી થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે