ફક્ત 2 ચમચી આ પાઉડરથી વાળ થશે કોલસા જેવા કાળા! જાણો ઘરે હેર ડાઈ બનાવવાની રીત

જો તમે સફેદવાળને કાળા કરવા માટે કેમિકલવાળી હેર ડાઈ વાપરતા હોવ તો હવે ભૂલી જજો. તમે આ નેચરલ વસ્તુઓથી તૈયાર થયેલો હેર કલર તમારા વાળમાં લગાવી શકો છો. 

ફક્ત 2 ચમચી આ પાઉડરથી વાળ થશે કોલસા જેવા કાળા! જાણો ઘરે હેર ડાઈ બનાવવાની રીત

આજકાલ તો બહુ નાની ઉંમરે વાળ સફેદ થતા જોવા મળે છે. આ કોમન હેર પ્રોબ્લમ છે. જે મોટાથી લઈને બાળકોમાં પણ જોવા મળે છે. કોલેજ અને સ્કૂલ જતા બાળકોને પણ સમય પહેલા સફેદ વાળ થવાની સમસ્યા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે સમય પહેલા વાળ સફેદ થવા પાછળ ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયેટને કારણો ગણવામાં આવે છે. જ્યારે જેનેટિક્સ અને કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટ્સથી પણ વાળ સફેદ થઈ જાય છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરમાં જ કેટલાક નેચરલ ઉપાયો અજમાવી શકો છો. ઘરમાં જ કુદરતી રીતે હેર ડાઈ બનાવી શકો છો. 

ઘરે બનાવો આ હેર પેક
સફેદવાળને છૂપાવવા માટે લોકો મહેંદીનો તો ઉપયોગ કરતા જ હોય છે. પરંતુ જો તમે મહેંદી પાઉડરમાં થોડી  કોફી ભેળવીને વાળમાં લગાવશો તો વાળમાં મહેંદીનો રંગ સારી રીતે ઉતરી જશે અને વાળ પણ સોફ્ટ અને શાઈની બનશે. 

હેર પેક બનાવવા માટે મહેંદી પાઉડરમાં કોફી  પાઉડર ભેળવો. પછી તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી લો. તેની એક પેસ્ટ બનાવીને રાખો. હવે વાળમાં મહેંદી અને કોફી પાઉડરનો પેક લગાવો. 2-3 કલાક બાદ માથાના વાળ સારી રીતે પાણીથી સાફ કરી નાખો. 

લીંબુ અને કાળી ચા
વાળને સફેદમાંથી કાળા બનાવવા માટે તમે કાળી ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે તમે એક વાસણમાં કાળી ચાનું પાણી લો. તેમાં એક લીંબુનો રસ ભેળવો. આ પાણીને બરાબર ઠંડુ કરી લો. જ્યારે ચાનું પાણી ઠંડુ થઈ જાય તો તેને વાળમાં લગાવો. દોઢથી બે કલાક સુધી આ પાણીવાળા વાળ રહેવા દો. પછી પાણીથી ધોઈ નાખો. 

આંબળા અને અરીઠાનું પેક
વાળનો રંગ નિખારવા માટે આંબળા પાઉડર પણ ખુબ ફાયદાકારક હોય છે. તમે બરાબર પ્રમાણમાં આંબળા અને અરીઠાનો પાઉડર લઈને મિક્સ કરો. તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો. 2 કલાક બાદ માથાને પાણી અને શેમ્પુથી સાફ કરી લો. 

નારિયેળનું તેલ અને કોફી
કોફી પાઉડરને કોપરેલમાં મિક્સ કરીને લગાવવાથી પણ વાળ કાળા અને શાઈની બને છે. 

 (Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news