Raita Recipe: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો

Raita Recipe: ઉનાળામાં શરીરને ઠંડક આપે અને ફટાફટ બની જાય તેવી કોઈ નવી વાનગી તમે શોધી રહ્યા છો તો એકવાર દૂધીનું રાયતું બનાવી જુઓ. એકવાર આ રાયતું ચાખી લીધું તો વારંવાર ખાવાની ઈચ્છા થશે.
 

Raita Recipe: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો

Raita Recipe: ઉનાળામાં શરીરને ઠંડક અને હાઇડ્રેશનની જરૂર હોય છે. ઉનાળા દરમિયાન જો તમે અલગ અલગ પ્રકારના રાયતા બનાવીને ખાવ છો તો તે ફાયદાકારક સાબિત થશે. તેમાં પણ દૂધીનું રાયતું સૌથી સારો વિકલ્પ છે. કારણ કે દૂધીની તાસીર ઠંડી હોય છે અને તે પચવામાં પણ હળવી હોય છે. દૂધીનું રાયતું પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેને બનાવવું પણ સરળ છે. જે લોકોને દુધી ભાવતી ન હોય તેઓ પણ આ રાયતું ખાશે તો તેમની દાઢે આ રાયતાનો સ્વાદ વળગી જશે તે નક્કી. 

સૌથી પહેલા દૂધીની છાલ ઉતારો અને તેને ખમણી લો. હવે દૂધીના ખમણમાં મીઠું ઉમેરીને 10 થી 15 મિનિટ તેને ઢાંકીને રાખો. પછી દૂધીમાંથી બધું પાણી કાઢી નાખો. દૂધીનું પાણી નીકળી જશે એટલે તેનો સ્વાદ વધી જશે. 

ત્યાર પછી એક કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરી તેમાં ખમણેલી દૂધી ઉમેરી પાંચ થી સાત મિનિટ સુધી સાંતળો. દુધી સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. અને દૂધીને ઠંડી થવા દો. 

હવે એક મોટા બાઉલમાં પાણી વિનાનું ઘટ્ટ દહીં લેવું. આ દહીંને સારી રીતે ફેટી તેમાં સમારેલા ઝીણા મરચાં, મીઠું સાકરનો પાવડર, કાળા મરીનો પાવડર, ધાણાનો પાવડર, હિંગ, શેકેલા જીરાનો પાઉડર ઉમેરો. દહીંમાં તમે લાલ મરચું પાવડર અને દાડમના દાણા પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણમાં શેકેલી દૂધી ઉમેરી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીને ફ્રિજમાં ઠંડુ કરવા રાખી દો. એકવાર દૂધીનું રાયતું ઠંડુ થઈ જાય તો પછી તેને રોટલી, પરોઠા, થેપલા કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news