Monsoon: ચોમાસામાં બીમાર ન પડવું હોય તો છોડી દો આ 4 આદતો, આખું ચોમાસું રહેશો સ્વસ્થ
Monsoon Health Care Tips: ઋતુ બદલે એટલે આદતોમાં પણ ફેરફાર કરવા જરૂરી થઈ જાય છે. ચોમાસાની શરુઆત થઈ ગઈ છે અને આ ઋતુમાં જો નિરોગી રહેવું હોય તો આ 4 કામ કરવાનું અત્યારથી જ છોડી દેવું.
Trending Photos
Monsoon Health Care Tips: આપણી દરેક આદત આપણા શરીરને અસર કરે છે. તેથી જ બદલતી ઋતુમાં આદતોને પણ બદલવી જોઈએ. જે રીતે ઋતુ અનુસાર ખોરાક અને ઋતુ અનુસાર કપડાં પહેરવા જરૂરી છે તે રીતે જ ઋતુ બદલે ત્યારે કેટલીક આદતોને છોડવી અથવા તો બદલવી પણ જરૂરી છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં જો તમે કેટલીક આદતોને બદલતા નથી તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ચોમાસા દરમિયાન સ્વસ્થ અને નીરોગી રહેવું હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવી જરૂરી છે. જો તમે ચોમાસા દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન નથી રાખતા તો ઝડપથી બીમાર પડી શકો છો. મોટાભાગના લોકો આવી આદતો પર ધ્યાન આપતા નથી પરંતુ જો તમે ચોમાસા દરમિયાન આ કામ કરો છો તો બીમારીને આમંત્રણ મળી જાય છે. તેથી જ ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારથી જ આ આદતોને બદલી દેવી જોઈએ.
રસ્તા પર મળતો ખુલ્લો ખોરાક ખાવો
પાણીપુરી સહિતની ચટપટી ચાટ ખાવી સૌ કોઈને ગમે છે. પરંતુ ચોમાસાની ઋતુ દરમ્યાન આ પ્રકારની વસ્તુઓ ખુલ્લી જગ્યામાં મળતી હોય તો ત્યાં ખાવાનું ટાળવું જોઈએ. વરસાદી પાણીના કારણે બેક્ટેરિયા અને ખતરનાક તત્વો વાતાવરણમાં હોય છે. આ સ્થિતિમાં સ્ટ્રીટ ફુડ ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેથી જ ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ અથવા તો જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
ચામડાના જૂતા પહેરવા
ચોમાસા દરમિયાન ચામડાના જૂતા પહેરવાની આદત છોડી દેવી જોઈએ. ચામડાના જૂતામાંથી પાણી સારી રીતે નીકળતું નથી અને તેમાં ભેજ પણ રહે છે. આવા જૂતા પહેરવાથી પગમાં ફંગસ અથવા તો સ્કીન ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી ચોમાસા દરમિયાન એવા જૂતા પહેરવા જેમાં હવા આસાનીથી પસાર થઈ શકે અને જૂતા ઝડપથી સુકાઈ જાય.
ઠંડા પાણીથી નહાવું
ભેજ અને ચિકાસ દૂર કરવા માટે લોકો ઠંડા પાણીથી નહાવાનું ચોમાસામાં પણ ચાલુ રાખે છે. પરંતુ વરસાદી વાતાવરણમાં ઠંડા પાણીથી નહાવાની ભૂલ કરવી નહીં. ઠંડા પાણીથી નહાવાથી ફ્લુ થવાનું જોખમ વધી જાય છે. વરસાદી વાતાવરણ હોય ત્યારે હંમેશા હુંફાળા પાણીથી નાહવું જોઈએ.
આદુ અને લસણ ન ખાવા
ચોમાસા દરમિયાન જે લોકો આદુ અને લસણ તેમજ હળદર જેવી વસ્તુઓ નથી ખાતા તે સૌથી મોટી ભૂલ કરે છે. આ વસ્તુઓ બેક્ટેરિયા, વાયરસ અને ફંગસને રોકવામાં મદદ કરે છે. લસણ, આદુ, હળદર જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ. જો તમે આખું વર્ષ આ વસ્તુઓ ન ખાતા હોય તો પણ ચોમાસા દરમિયાન ખાવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે