Monsoon Storage Tips: ચોખામાં નહીં પડે ધનેડા, લોટ પણ નહીં થાય ખરાબ ચોમાસામાં આ ટીપ્સ કરો ફોલો

Monsoon Storage Tips: ચોમાસામાં વાતાવરણ એવું હોય છે કે રસોડાની કેટલીક વસ્તુઓ ખરાબ થઈ જવાનું રિસ્ક વધી જાય છે. ભેજના કારણે લોટ, ચોખા, દાળ, ખાંડ સહિતની વસ્તુઓ ખરાબ થઈ શકે છે. આ વસ્તુઓને ચોમાસામાં કેવી રીતે સાચવવી ચાલો જણાવીએ.
 

Monsoon Storage Tips: ચોખામાં નહીં પડે ધનેડા, લોટ પણ નહીં થાય ખરાબ ચોમાસામાં આ ટીપ્સ કરો ફોલો

Monsoon Storage Tips: ચોમાસામાં વાતાવરણમાં ભેજના કારણે રસોડાની કેટલીક વસ્તુઓ ખરાબ થઈ જવાનું રીસ્ક રહે છે. રસોડામાં રાખેલા ચોખા, લોટ, દાળ, કઠોળમાં ધનેડા પડી શકે છે અને ખાંડ, મીઠું સહિતના મસાલા ભેજના કારણે ખરાબ થવા લાગે છે. અથાણાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેમાં પણ ફુગ થઈ જાય છે. 

ચોમાસામાં રસોડાની વસ્તુઓ સાચવવા માટે તમે દાદી-નાનીના સમયના આ નુસખા ટ્રાય કરી શકો છો. પહેલાના સમયમાં ઘરની વસ્તુઓને આ રીતે સાચવવામાં આવતી. જે આજે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

લોટ આ રીતે કરો સ્ટોર

ચોમાસામાં ભેજના કારણે લોટ ઝડપથી ખરાબ થઈ શકે છે. લોટમાં ભેજ લાગ્યો હોય એવું લાગે તો તેને થોડો શેકી લેવો અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો. 

દાળ, કઠોળ સ્ટોર કરવાની ટીપ્સ

દાળ અને કઠોળમાં પણ ધનેડા થઈ જતા હોય છે. તેનાથી બચવા માટે દાળના ડબ્બામાં તમાલપત્ર રાખી દેવા. 

ચોખામાં ધનેડા ન પડે એવી ટીપ્સ

ચોમાસામાં ચોખામાં ધનેડા સૌથી ઝડપથી પડી જાય છે. જેના કારણે ચોખા ખરાબ થઈ જાય છે. ચોખાના ડબ્બામાં લીમડાના સુકા પાન રાખી શકો છો. 

કોફીને ખરાબ થતી બચાવવાની ટીપ્સ

ચોમાસામાં કોફીમાં જરા પણ ભેજ લાગે તો તે જામી જાય છે. કોફી ખરાબ ન થાય તે માટે કોફીની બોટલમાં ચોખાની પોટલી બનાવીને મુકી દેવી.

ખાંડ અને મીઠું આ રીતે રાખો

ભેજના કારણે ખાંડ અને મીઠું ઓગળવા લાગે છે. આ વસ્તુઓમાં ભેજ ન લાગે તે માટે તેમાં પણ ચોખાની પોટલી રાખી દેવી. 

અથાણામાં આ રીતે નહીં લાગે ફુગ

અથાણું કાઢો ત્યારે કોરા વાસણનો જ ઉપયોગ કરો. અથાણું કાઢી લીધા પછી બરણી ટાઈટ બંધ કરવી. અથાણામાં તેલ ઓછું હોય તો તેમાં ગરમ કરેલું તેલ ભરી દેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news