Skin Care: સ્કિન માટે વરદાન છે ચોખાનું પાણી અને ફટકડીનો આ નુસખો, જાણો ઉપયોગની રીત અને ફાયદા

Skin Care: કેટલાક ઘરેલુ નુસખા એવા હોય છે જે સ્કિન સંબંધિત સમસ્યાઓથી તુરંત રાહત અપાવે છે. આજે તમને આવા જ એક અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવીએ. સ્કિન કેર રુટીનમાં એકવાર આ વસ્તુ એડ કરી લીધી તો પછી બીજું કંઈ કરાવવાની જરૂર નહીં પડે.
 

Skin Care: સ્કિન માટે વરદાન છે ચોખાનું પાણી અને ફટકડીનો આ નુસખો, જાણો ઉપયોગની રીત અને ફાયદા

Skin Care: પ્રદૂષણ, સુરજના હાનિકારક કિરણો, પરસેવો, પોષણનો અભાવ સહિતના કારણોને લીધે ત્વચા સંબંધિત અલગ અલગ સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે હેલ્ધી સ્કીન કેર રૂટીન ફોલો કરવું જરૂરી હોય છે. એટલે કે ત્વચાને પોષણ મળે એ વાતનું ધ્યાન રાખવું પડે છે. ઘણા લોકો સ્કીન હેલ્ધી રહે તે માટે મોંઘી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. જો તમે વધારે ખર્ચો કરવા ન માંગતા હોય તો ઘરેલુ વસ્તુઓથી પણ સ્કીન કેર કરી શકો છો. 

અલગ અલગ વસ્તુઓથી સ્કિન કેર કરવામાં આવે છે. આ ઘરેલુ નુસખા પર વિશ્વાસ કરી શકાય છે કારણ કે વર્ષોથી સ્કીન કેરમાં ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ થતો આવે છે. આવો જ એક અસરકારક નુસખો આજે તમને જણાવીએ. 

ચોખાનું પાણી અને ફટકડીનો ઉપયોગ સ્કીન માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચોખાના પાણી અને ફટકડીનું ફેસ માસ્ક ઉપયોગમાં લેવાથી ત્વચાને એક નહીં અનેક ફાયદા થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા જાણીએ ચોખાનું પાણી અને ફટકડીથી સ્કીનને કેવા ફાયદા થાય છે. 

- ફટકડી નેચરલ એંસ્ટ્રીંજન્ટ છે જે સ્કિનને ટાઈટ બનાવે છે અને ઓપન પોર્સને નાના કરવામાં મદદ કરે છે. ચોખાનું પાણી સ્કીનને પોષણ આપે છે અને મોઈશ્ચર પૂરું પાડે છે. 

- ફટકડીમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ખીલ વધારતા બેક્ટેરિયાને ખતમ કરે છે અને ચોખાનું પાણી ત્વચાની બળતરા ને શાંત કરે છે. 

- ચોખાનું પાણી વિટામીન b3 થી ભરપૂર હોય છે જે સ્કીનની રંગતમાં નિખાર લાવે છે અને ફટકડી ત્વચા પરના ડાઘ ડબ્બા દૂર કરવામાં મદદ કરે છે. 

- ફટકડી ત્વચાને ટોન કરવાનું કામ કરે છે અને કરચલીઓ ઓછી કરે છે ચોખાનું પાણી સ્કીન સેલ્સને રીપેર કરવાનું કામ કરે છે. 

- ચોખાનું પાણી અને ફટકડીનું મિશ્રણ ત્વચાની સફાઈ અંદરથી કરે છે અને સ્કીનનું પીએચ સંતુલિત રાખે છે. તેનાથી સ્કીન પર રહેલું એક્સ્ટ્રા ઓઇલ ઓછું થઈ જાય છે. 

ચોખાનું પાણી અને ફટકડી કેવી રીતે ઉપયોગમાં લેવા ?

હેલ્ધી સ્કીન માટે  અને ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે ચોખાના પાણી અને ફટકડીનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે કરી શકાય છે. આ માસ્ક બનાવવા માટે અડધો કપ ચોખાનું પાણી જેમાં ચોખા પલાળેલા હોય અથવા તો ચોખા ઉકાળેલા હોય તેમાં 1/4 ચમચી ફટકડીનો પાવડર મિક્સ કરો. તમે ઈચ્છો તો આ મિશ્રણમાં ગુલાબજળ અથવા ટી ટ્રી ઓઇલ પણ મિક્સ કરી શકો છો. બધી જ સામગ્રીને મિક્સ કરીને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ મિશ્રણ ચહેરા પર લગાડી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news