Skin Tanning: તડકાના કારણે ડાર્ક થયેલી સ્કિનને નોર્મલ કરવા માટેના 5 ફેસ પૈક
Home Remedies to Get Rid of Tanning: ઉનાળામાં તડકાના કારણે સ્કિન ડબલ રંગની દેખાય છે. તડકાના સંપર્કમાં આવેલી સ્કિન ડાર્ક થઈ જાય છે. આ રીતે થયેલા ટૈનિંગનું દુર કરવા માટે નેચરલ વસ્તુઓથી બનેલા ફેસ પૈક ચહેરા પર લગાડી શકાય છે.તેનાથી સ્કિન નોર્મલ ઝડપથી થાય છે.
Trending Photos
Home Remedies to Get Rid of Tanning: ઉનાળામાં તડકો સ્કિને ઝડપથી ડેમેજ કરી નાખે છે. તડકાના કારણે સ્કિન ટૈન થઈ જાય છે. તડકાના કારણે સ્કિન ડાર્ક, રફ અને ડલ દેખાવા લાગે છે. ટૈનિંગના કારણે સ્કીન પર ડબલ રંગ દેખાવા લાગે છે. શરીરના જે અંગ પર તડકો લાગ્યો હોય ત્યાં સ્કિન ડાર્ક થઈ જાય છે. ઘણા લોકોને તડકાના કારણે ડાર્ક પેચીસ પણ દેખાવા લાગે છે. સ્કીન ટૈનિંગ ગરમીના દિવસોમાં થતી સૌથી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો.
ઘરમાં સરળતાથી મળી રહેતી કેટલીક વસ્તુઓના ફેસપેક બનાવીને ઉનાળામાં ચહેરા પર લગાડવા જોઈએ. આ વસ્તુઓ લગાડવાથી સ્કિન ટૈનિંગ દૂર થઈ જાય છે અને સ્કિન ફ્રેશ રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ કઈ વસ્તુઓ સ્કિન ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.
સ્કિન ટૈનિંગ દૂર કરતી વસ્તુઓ
કાકડીનો રસ
જે લોકોને ગરમીના દિવસોમાં તડકામાં રહેવાનું થતું હોય તેમણે ચહેરા પર કાકડીનો રસ લગાડવો જોઈએ. તેના માટે કાકડીના ટુકડા કરી તેને પીસી લો અને પછી તેમાંથી રસ કાઢી લો. કાકડીના રસને ફ્રિજમાં સ્ટોર કરી લો. જ્યારે પણ બહાર જવાનું થાય કે બહારથી આવવાનું થાય તો આ રસને ચહેરા પર અપ્લાય કરો.
દહીં અને ચણાના લોટનો ફેસપેક
સ્કીન પરથી ડેડ સ્કીન અને ટૈનિંગ ને સાફ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી દહીં મિક્સ કરો આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો.
ટમેટાનો રસ
સ્કિન પર ટમેટાનો રસ લગાડવાથી પણ ટૈનીંગ દુર થાય છે. ટમેટાના રસમાં લાયકોપીન હોય છે જે ત્વચાને યુવી કિરણો સામે પ્રોટેક્શન પૂરું પાડે છે. ટમેટાનો રસ કાઢીને તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો પણ આવે છે.
એલોવેરા જેલ
તડકાના કારણે ડેમેજ થયેલી સ્કીનને રીપેર કરવા માટે અને સ્કીનને ઠંડક આપવા માટે એલોવેરા જેલ લગાડી શકાય છે. સ્કિન પર એલોવેરા જેલ લગાડવાથી ટૈનીંગ દૂર થાય છે અને ત્વચા હાઈડ્રેટ કહે છે.
નાળિયેર પાણી
ઉનાળામાં નાળિયેર પાણી પીવું ફાયદાકારક સાબિત થાય છે. ઉનાળામાં નાળિયેર પાણી સ્કીન પર અપ્લાય પણ કરી શકાય છે. તેનાથી સ્કીન ફ્રેશ અને હાઇડ્રેટ રહે છે. નાળિયેર પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર તેનો છાંટી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે